ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/પગલાંની લિપિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''પગલાંની લિપિ'''}} ---- {{Poem2Open}} ઈશ્વરે માણસને દૃષ્ટિ આગળ રાખી છે, પાછળ ન...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''પગલાંની લિપિ'''}}
{{SetTitle}}
----
{{Heading|પગલાંની લિપિ | કાકાસાહેબ કાલેલકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઈશ્વરે માણસને દૃષ્ટિ આગળ રાખી છે, પાછળ નથી રાખી, તેથી માણસ આગળ જોઈ શકે છે પણ પોતાનાં કર્મોનાં પરિણામ પાછળ કેવાં થાય છે એ તરફ એનું ધ્યાન નથી રહેતું. માણસે કરેલી મોટરમાં પણ આગળ અજવાળું અને પાછળ ગંધાતો ધુમાડો હોય છે. આમ હોવા છતાં માણસ પાછળ એનાં પગલાં પાડી રાખવાની વ્યવસ્થા કુદરતે કરેલી છે જ. અંગ્રેજીમાં કહેવત છે કે ખૂનની વાત છાની રહી શકતી નથી, પણ તે નિયમ તો દુનિયાની દરેક વસ્તુને લાગુ પડે છે. કુદરતના પેટમાં કશું માતું જ નથી. એ કહી દે છે. આઠદસ હજાર વર્ષ પછી પણ કહ્યા વગર એનાથી રહેવાતું નથી. સમુદ્રના ઉદરમાં કેવા શંખલા હોય છે એ બહારની દુનિયાને બતાવ્યા વગર મોજાંઓથી રહેવાતું જ નથી. હજારો વરસ પહેલાંનાં પ્રાણી, તુચ્છ ગણાતાં પ્રાણી, કેવાં હતાં એનો ઇતિહાસ પૃથ્વીના પેટમાં પથરાનાં કે કોલસાનાં પડ વચ્ચે સાચવેલો જડે છે. જેટલી ઘટનાઓ કુદરતમાં થાય છે તે બધી કુદરત ક્યાંક ને ક્યાંક નોંધી રાખે છે અને ઉપર લખે છે, દા.ત., પોતે. સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા, પશુપક્ષી, ઝાડપાન, પહાડો અને નદીઓ, શહેરો અને ગામડાંઓ, નદીના પટ ને સમુદ્રનાં તળિયાં દરેક જણ પોતાનો ઇતિહાસ બોલે છે. અને માણસ? માણસ દંભી છે, ઠગ છે, કળાબાજ છે, ડોળ કરવાની એની શક્તિ અસાધારણ છે. છતાં એ પણ પોતાનો ઇતિહાસ ઉઘાડો પાડ્યા વિના રહેતો નથી. માથા પરના વાળ, કપાળ પરની કરચલીઓ, ગાલ પરના ખીલ અને આંખ પરની કાળાશ, સુકાઈ ગયેલા હોઠ અને ચંચળ કે જડ આંખ, ખસી ગયેલા દાંત તળેનાં અવાળુ ને ફાટી ગયેલો અવાજ દરેક વસ્તુ જીવનનો ઇતિહાસ જાહેર કરે છે. જે સમજી શકે તે સમજી શકે છે. માણસની ભાષા અને એનું લખાણ, અક્ષરનો આકાર અને લીટીઓનો ચડાવ કે ઢોળાવ, દરેકમાંથી એનો સ્વભાવ સ્પષ્ટ થાય છે. માણસ જ્યારે ગાફેલ હોય છે ત્યારે એનો રૂઢ સ્વભાવ જાગ્રત હોય છે. માણસ ઇરાદાપૂર્વક બોલે છે ત્યારે એનો અનુભવ અને એના સંસ્કારો બોલે છે. પણ જ્યારે એનાથી બોલાઈ જાય છે, ત્યારે એની જિંદગીની મૂડી ઉઘાડી પડે છે. માણસ આગળ ચાલે છે, એનાં પગલાં પાછળ પડે છે. સમુદ્રકિનારે મોજાંઓ પોતાનો ઇતિહાસ રેતીમાં લખી રાખે છે. થોડીક ટેવ પછી પવન કેમ વાતો હતો અથવા આજે કઈ તિથિની ભરતી હતી એ રેતીનાં મોજાં પરથી માણસ જો વરતી શકે તો તેમાં નવાઈ નથી.

Line 24: Line 24:
{{Right|૩–૫–’૨૮}}
{{Right|૩–૫–’૨૮}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/મધ્યાહ્નનું કાવ્ય|મધ્યાહ્નનું કાવ્ય]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/જોગનો ધોધ|જોગનો ધોધ]]
}}
18,450

edits

Navigation menu