19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ઓતરાતી દીવાલો'''}} ---- {{Poem2Open}} {{Center|'''પ્રાસ્તાવિક'''}} [સાચા સેવકને સેવા ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઓતરાતી દીવાલો | કાકાસાહેબ કાલેલકર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Center|'''પ્રાસ્તાવિક'''}} | {{Center|'''પ્રાસ્તાવિક'''}} | ||
| Line 13: | Line 13: | ||
દુનિયા પ્રત્યેની મારી આ લાગણી, કોણ જાણે શી રીતે, આ ‘દીવાલો’ દ્વારા વ્યક્ત થઈ છે, તેથી જ મારાં લખાણોમાં મને એ પ્રિય થઈ પડી છે. અને તે જ કારણે હું માનું છું, વાચકોને પણ એ પ્રિય થઈ પડી હશે. | દુનિયા પ્રત્યેની મારી આ લાગણી, કોણ જાણે શી રીતે, આ ‘દીવાલો’ દ્વારા વ્યક્ત થઈ છે, તેથી જ મારાં લખાણોમાં મને એ પ્રિય થઈ પડી છે. અને તે જ કારણે હું માનું છું, વાચકોને પણ એ પ્રિય થઈ પડી હશે. | ||
कॉंग्रेसनगर, नागपुरकाकाना सप्रेम शुभाशिष | {{Right|कॉंग्रेसनगर, नागपुरकाकाना सप्रेम शुभाशिष}}<br> | ||
૧૧–૧૨–’૩૯ | {{Right|૧૧–૧૨–’૩૯}}<br> | ||
દીવાલપ્રવેશ | {{Center|'''દીવાલપ્રવેશ'''}} | ||
ગાંધીજીએ આશ્રમને માટે સ્થાન સરસ પસંદ કર્યું છે. ઉત્તર તરફ સાબરમતી જેલની દીવાલો દેખાય છે, જ્યારે દક્ષિણ તરફ દૂધેશ્વરનું સ્મશાન છે. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલાં અમદાવાદનાં ભૂંગળાં દેખાય છે, જ્યારે પાછલી બાજુ વગડા સિવાય કશું જ નથી. આવે ઠેકાણે રહ્યા પછી ચારે તરફ કુતૂહલની નજર ગયા વગર શી રીતે રહે? વખત મળે એટલે રખડીએ. આસપાસની બધી સીમ જોઈ, પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે અને સ્મશાનની પેલી પાર શું છે એનો જવાબ મળવો સહેલ ન હતો. સરકારની કૃપાથી એક સવાલનો જવાબ મળ્યો. બીજા સવાલનો જવાબ ઈશ્વરની કૃપા થાય ત્યારે! | ગાંધીજીએ આશ્રમને માટે સ્થાન સરસ પસંદ કર્યું છે. ઉત્તર તરફ સાબરમતી જેલની દીવાલો દેખાય છે, જ્યારે દક્ષિણ તરફ દૂધેશ્વરનું સ્મશાન છે. સામી બાજુ શાહીબાગથી માંડીને એલિસબ્રિજ સુધી પથરાયેલાં અમદાવાદનાં ભૂંગળાં દેખાય છે, જ્યારે પાછલી બાજુ વગડા સિવાય કશું જ નથી. આવે ઠેકાણે રહ્યા પછી ચારે તરફ કુતૂહલની નજર ગયા વગર શી રીતે રહે? વખત મળે એટલે રખડીએ. આસપાસની બધી સીમ જોઈ, પણ પેલી ઓતરાતી દીવાલોની અંદર શું છે અને સ્મશાનની પેલી પાર શું છે એનો જવાબ મળવો સહેલ ન હતો. સરકારની કૃપાથી એક સવાલનો જવાબ મળ્યો. બીજા સવાલનો જવાબ ઈશ્વરની કૃપા થાય ત્યારે! | ||
दत्तात्रेय बालकृष्ण कालेलकर] | {{Right|दत्तात्रेय बालकृष्ण कालेलकर]}}<br> | ||
૧ | {{Center|'''૧'''}} | ||
જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંનો ખોરાક, મજૂરી કરતાં પડેલાં કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલાં લખાણો, એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધૂમસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માન્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિમાતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દૃષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્ત્વનો તેટલો જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષાદ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હૃદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે. | જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંનો ખોરાક, મજૂરી કરતાં પડેલાં કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલાં લખાણો, એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધૂમસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માન્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિમાતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દૃષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્ત્વનો તેટલો જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષાદ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હૃદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે. | ||
| Line 60: | Line 60: | ||
એક દિવસ બપોરે અમે આંટા મારતા હતા, એવામાં દયાળજી-ભાઈના પગ તળે એક મંકોડો ચગદાઈ ગયો. એમનું તો ત્યાં ધ્યાન પણ ન ગયું, પણ મારા પેટમાં કંઈનું કંઈ થઈ ગયું. બિચારો મંકોડો કેમ મરી ગયો, એણે શું પાપ કર્યું હતું, વગર ગુને એને આવું મોત કેમ આવ્યું, દુનિયામાં નીતિનું સામ્રાજ્ય છે કે અકસ્માતનું, આવા આવા વિચારો એક જ ક્ષણની અંદર આવ્યા અને ગયા. ફરી નવો વિચાર આવ્યો કે આવું મોત માઠું જ શા માટે ગણવું? મંકોડાને એક ભવમાંથી આ રીતે રજા મળી તે તેના કોઈ ગુનાની સજારૂપે મળી કે કોઈ સત્કર્મને માટેના ઇનામ તરીકે મળી એનો નિવેડો કોણ આણી શકે? પ્રાણીમાત્ર મોતથી ડરે છે, મોતથી ભાગતાં ફરે છે એ યોગ્ય છે કે અયોગ્ય? મોતથી નાસી જવું એ પ્રાણીમાત્રનો જન્મસિદ્ધ સ્વભાવ છે. એ સ્વભાવ યોગ્ય છે કે અજ્ઞાનમૂલક છે એ કોણ કહી શકે? ફરી વિચાર આવ્યો, મોત ગમે તે રીતે આવો પણ અજાણ્યે મોત આવે એ કેમ પાલવે? મોત આવવાનું છે એમ જાણ્યા પછી જે મોતનો સાક્ષાત્કાર થાય છે તે કીમતી અનુભવથી વંચિત થવું એ શું દુર્ભાગ્ય નથી? અને કોણ કહી શકે છે કે મોતમાં અમુક જાતની લિજ્જત નહીં જ હોય? ઊંઘનું આગમન જો મીઠું હોય તો મોતનું કેમ ન હોય? ફાંસી જનાર માણસને આઠ-દસ દિવસની નોટિસ મળે છે. એટલા દિવસમાં પરલોક માટેની કેટલી મજાની તૈયારી તે કરી શકે એમ છે!! | એક દિવસ બપોરે અમે આંટા મારતા હતા, એવામાં દયાળજી-ભાઈના પગ તળે એક મંકોડો ચગદાઈ ગયો. એમનું તો ત્યાં ધ્યાન પણ ન ગયું, પણ મારા પેટમાં કંઈનું કંઈ થઈ ગયું. બિચારો મંકોડો કેમ મરી ગયો, એણે શું પાપ કર્યું હતું, વગર ગુને એને આવું મોત કેમ આવ્યું, દુનિયામાં નીતિનું સામ્રાજ્ય છે કે અકસ્માતનું, આવા આવા વિચારો એક જ ક્ષણની અંદર આવ્યા અને ગયા. ફરી નવો વિચાર આવ્યો કે આવું મોત માઠું જ શા માટે ગણવું? મંકોડાને એક ભવમાંથી આ રીતે રજા મળી તે તેના કોઈ ગુનાની સજારૂપે મળી કે કોઈ સત્કર્મને માટેના ઇનામ તરીકે મળી એનો નિવેડો કોણ આણી શકે? પ્રાણીમાત્ર મોતથી ડરે છે, મોતથી ભાગતાં ફરે છે એ યોગ્ય છે કે અયોગ્ય? મોતથી નાસી જવું એ પ્રાણીમાત્રનો જન્મસિદ્ધ સ્વભાવ છે. એ સ્વભાવ યોગ્ય છે કે અજ્ઞાનમૂલક છે એ કોણ કહી શકે? ફરી વિચાર આવ્યો, મોત ગમે તે રીતે આવો પણ અજાણ્યે મોત આવે એ કેમ પાલવે? મોત આવવાનું છે એમ જાણ્યા પછી જે મોતનો સાક્ષાત્કાર થાય છે તે કીમતી અનુભવથી વંચિત થવું એ શું દુર્ભાગ્ય નથી? અને કોણ કહી શકે છે કે મોતમાં અમુક જાતની લિજ્જત નહીં જ હોય? ઊંઘનું આગમન જો મીઠું હોય તો મોતનું કેમ ન હોય? ફાંસી જનાર માણસને આઠ-દસ દિવસની નોટિસ મળે છે. એટલા દિવસમાં પરલોક માટેની કેટલી મજાની તૈયારી તે કરી શકે એમ છે!! | ||
૨ | {{Center|'''૨'''}} | ||
થોડા જ દિવસમાં ફાંસી/ખોલીમાં મારી બદલી થઈ. ફાંસીખોલી એટલે ફાંસી દેવાની જગા પાસે જ આવેલી, ફાંસીની સજાવાળા કેદીઓને રાખવાની આઠ ઓરડીઓ. સાબરમતી જેલમાં આ જગા સૌથી સરસ ગણેલી હોઈ સ્વામી, વાલજીભાઈ, પ્રાણશંકર ભટ વગેરે ભાઈઓને અહીં રાખવામાં આવ્યા હતા. સ્વામી તો ગાંધીજીવાળી ઓરડીમાં જ રહેતા હતા. મને અહીં કદાચ વધુ વખત ન રાખે એ શંકાથી સ્વામીએ આગ્રહપૂર્વક ગાંધીજીવાળી ઓરડી મને રહેવા આપી. ઊંચી દીવાલની પેલી પાર ઓરતોની જગા હતી. ફાંસીમાં અહીં આવીને હું એક રીતે પસ્તાયો. દીવાલની પેલી પાર આખી બપોર બૈરાંઓ કપડાં ધુએ, તેમનાં છોકરાં રુએ, અને અધૂરામાં પૂરું દશ-પાંચ સ્ત્રીઓ ઝઘડાનો પ્રવાહ અખંડ ચલાવે. જેલની મુસીબતો વેઠવા હું તૈયાર હતો. પણ આવો કાબરકલહ સાંભળવાની તૈયારી કરી ન હતી. પણ બેચાર દિવસમાં કાન ટેવાઈ ગયા તેથી, કે પછી ‘ઓરતો’માં આવેલી નવી સ્ત્રીઓ જૂની થઈ ગઈ તેથી, ઝઘડા પ્રમાણમાં શાંત પડ્યા એમ લાગ્યું. | થોડા જ દિવસમાં ફાંસી/ખોલીમાં મારી બદલી થઈ. ફાંસીખોલી એટલે ફાંસી દેવાની જગા પાસે જ આવેલી, ફાંસીની સજાવાળા કેદીઓને રાખવાની આઠ ઓરડીઓ. સાબરમતી જેલમાં આ જગા સૌથી સરસ ગણેલી હોઈ સ્વામી, વાલજીભાઈ, પ્રાણશંકર ભટ વગેરે ભાઈઓને અહીં રાખવામાં આવ્યા હતા. સ્વામી તો ગાંધીજીવાળી ઓરડીમાં જ રહેતા હતા. મને અહીં કદાચ વધુ વખત ન રાખે એ શંકાથી સ્વામીએ આગ્રહપૂર્વક ગાંધીજીવાળી ઓરડી મને રહેવા આપી. ઊંચી દીવાલની પેલી પાર ઓરતોની જગા હતી. ફાંસીમાં અહીં આવીને હું એક રીતે પસ્તાયો. દીવાલની પેલી પાર આખી બપોર બૈરાંઓ કપડાં ધુએ, તેમનાં છોકરાં રુએ, અને અધૂરામાં પૂરું દશ-પાંચ સ્ત્રીઓ ઝઘડાનો પ્રવાહ અખંડ ચલાવે. જેલની મુસીબતો વેઠવા હું તૈયાર હતો. પણ આવો કાબરકલહ સાંભળવાની તૈયારી કરી ન હતી. પણ બેચાર દિવસમાં કાન ટેવાઈ ગયા તેથી, કે પછી ‘ઓરતો’માં આવેલી નવી સ્ત્રીઓ જૂની થઈ ગઈ તેથી, ઝઘડા પ્રમાણમાં શાંત પડ્યા એમ લાગ્યું. | ||
| Line 83: | Line 83: | ||
આઝાનને અંગે મુસલમાન ભાઈઓ જોડેના મારા ચાર દિવસના ઉપવાસ પછી મને નબળાઈ રહી ત્યાં સુધી ખુલ્લામાં સૂવાની રજા મળી હતી. સ્વામીને પણ મારી માવજત માટે બહાર સૂવાનું કહેવામાં આવ્યું હતું. રાત્રે લગભગ દસ વાગ્યા સુધી અમે આંગણામાં આંટા મારતા અથવા કંબલ પર પડ્યા પડ્યા તારાઓ જોતા. આંગણામાં પીપળાનું એક નાનું રૂપાળું ઝાડ હતું. બીજું એક મોટું લીમડાનું ઝાડ હતું. તેનાં પાંદડાંની આરપાર તારાઓ જોવાની ખૂબ મજા આવતી. આવો આનંદ માણતો હતો એટલામાં ઉપવાસ કર્યાની સજા મને સુનાવવામાં આવી અને કેદીઓ જેને જેલનું પૉર્ટ બ્લેર (કાળાપાણી) કહે છે તે છોટા ચક્કર નં. ૪માં મારી બદલી થઈ. ખુલ્લી હવા, તારાઓનું દર્શન અને સ્વામીનો સહવાસ આ ત્રણ ટૉનિકથી ત્રણ જ દિવસની અંદર હું એટલો સાજો થયો હતો કે મેં દાક્તરને લખેલું કે, ‘હવે હું સજા ભોગવવાલાયક થયો છું; મારી સજાને ઠેકાણે મને લઈ જવામાં ખોટી થવાનું કારણ નથી.’ સાચે જ ખુલ્લી હવા કેદીઓને ટટાર કરનાર અમૃતસંજીવની છે. | આઝાનને અંગે મુસલમાન ભાઈઓ જોડેના મારા ચાર દિવસના ઉપવાસ પછી મને નબળાઈ રહી ત્યાં સુધી ખુલ્લામાં સૂવાની રજા મળી હતી. સ્વામીને પણ મારી માવજત માટે બહાર સૂવાનું કહેવામાં આવ્યું હતું. રાત્રે લગભગ દસ વાગ્યા સુધી અમે આંગણામાં આંટા મારતા અથવા કંબલ પર પડ્યા પડ્યા તારાઓ જોતા. આંગણામાં પીપળાનું એક નાનું રૂપાળું ઝાડ હતું. બીજું એક મોટું લીમડાનું ઝાડ હતું. તેનાં પાંદડાંની આરપાર તારાઓ જોવાની ખૂબ મજા આવતી. આવો આનંદ માણતો હતો એટલામાં ઉપવાસ કર્યાની સજા મને સુનાવવામાં આવી અને કેદીઓ જેને જેલનું પૉર્ટ બ્લેર (કાળાપાણી) કહે છે તે છોટા ચક્કર નં. ૪માં મારી બદલી થઈ. ખુલ્લી હવા, તારાઓનું દર્શન અને સ્વામીનો સહવાસ આ ત્રણ ટૉનિકથી ત્રણ જ દિવસની અંદર હું એટલો સાજો થયો હતો કે મેં દાક્તરને લખેલું કે, ‘હવે હું સજા ભોગવવાલાયક થયો છું; મારી સજાને ઠેકાણે મને લઈ જવામાં ખોટી થવાનું કારણ નથી.’ સાચે જ ખુલ્લી હવા કેદીઓને ટટાર કરનાર અમૃતસંજીવની છે. | ||
૩ | {{Center|'''૩'''}} | ||
છોટા ચક્કર નં. ૪માં મારી સજા શરૂ થઈ. મારી પાસેથી મારી ચોપડીઓ, લખવાના કાગળો, ખડિયોકલમ, પેન્સિલ બધું છીનવી લેવામાં આવ્યું. ફક્ત એક ધાર્મિક ગ્રંથ મારી પાસે રહેવા દીધો હતો. આ ચોપડીમાં નિશાની કરવા સારુ મેં મારી પેન્સિલ માગી. પણ તે શેની મળે? અનેક રીતે મને પજવવાની, મારું અપમાન કરવાની યુક્તિઓ યોજાઈ હતી. પણ જેમના હાથમાં મારું માન મેં સોંપ્યું ન હતું તેમને હાથે મારું અપમાન પણ શું? | છોટા ચક્કર નં. ૪માં મારી સજા શરૂ થઈ. મારી પાસેથી મારી ચોપડીઓ, લખવાના કાગળો, ખડિયોકલમ, પેન્સિલ બધું છીનવી લેવામાં આવ્યું. ફક્ત એક ધાર્મિક ગ્રંથ મારી પાસે રહેવા દીધો હતો. આ ચોપડીમાં નિશાની કરવા સારુ મેં મારી પેન્સિલ માગી. પણ તે શેની મળે? અનેક રીતે મને પજવવાની, મારું અપમાન કરવાની યુક્તિઓ યોજાઈ હતી. પણ જેમના હાથમાં મારું માન મેં સોંપ્યું ન હતું તેમને હાથે મારું અપમાન પણ શું? | ||
| Line 138: | Line 138: | ||
બિલાડીએ ખિસકોલીનો શિકાર કર્યો તે જ અરસામાં એક જુવાન કેદી ફાંસીએ ચડ્યો. તે દિવસે મને ખાવાનું ભાવ્યું નહીં. હિંસા એ શી વસ્તુ છે? સ્ટવબત્તીથી આપણે માકણ મારીએ છીએ, બિલાડી ખિસકોલીને મારી ખાય છે, અને ન્યાયદેવતા એક જુવાન ગુનેગારનો બલિ લે છે! આનો અર્થ શો? શું સમાજને આ જુવાનનો બીજો કશો આથી ચડિયાતો ઉપયોગ સૂઝ્યો નહીં? મૅજિસ્ટ્રેટ, જજ, દાક્તર, સુપરિન્ટેન્ડેન્ટ, જેલર, ડેપ્યુટી જેલર બધા ભેગા થયા. લાંચ ન મળે ત્યારે વીસ રૂપિયાની અંદર જ ગુજરાન ચલાવનાર દસ-બાર પોલીસો ભેગા થયા. એક જણે કાગળ વાંચી સંભળાવ્યો, બીજાએ ઈશ્વરનું નામ લીધું, અને બધાએ મળીને પછવાડિયે બાંધેલા એક અસહાય તરુણનું ખૂન કર્યું. જેલનો મોટો ઘંટ વાગ્યો અને દુનિયામાંથી એક માણસ ઓછો થયો. જેલના ઘંટે શું કહ્યું? તેણે માણસની બુદ્ધિનું પોગળ જાહેર કર્યું. તેણે કહ્યું, ‘ મનુષ્યજાતિએ બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે, મરી જનાર માણસનું શું કરવું એ સમાજને સૂઝ્યું નહીં એટલા જ માટે આટલા લોકોએ ભેગા થઈને એક માણસને આ દુનિયામાંથી વિદાય આપી અને તેના સરજનહારને બેવકૂફ ઠરાવ્યો!’ આજે સુપરિન્ટેન્ડેન્ટ જ્યારે આવશે ત્યારે શરમથી ઝંખવાણો પડેલો હશે એમ મેં ધારેલું. પણ તેને કંઈ એ પહેલો જ પ્રસંગ ન હતો. | બિલાડીએ ખિસકોલીનો શિકાર કર્યો તે જ અરસામાં એક જુવાન કેદી ફાંસીએ ચડ્યો. તે દિવસે મને ખાવાનું ભાવ્યું નહીં. હિંસા એ શી વસ્તુ છે? સ્ટવબત્તીથી આપણે માકણ મારીએ છીએ, બિલાડી ખિસકોલીને મારી ખાય છે, અને ન્યાયદેવતા એક જુવાન ગુનેગારનો બલિ લે છે! આનો અર્થ શો? શું સમાજને આ જુવાનનો બીજો કશો આથી ચડિયાતો ઉપયોગ સૂઝ્યો નહીં? મૅજિસ્ટ્રેટ, જજ, દાક્તર, સુપરિન્ટેન્ડેન્ટ, જેલર, ડેપ્યુટી જેલર બધા ભેગા થયા. લાંચ ન મળે ત્યારે વીસ રૂપિયાની અંદર જ ગુજરાન ચલાવનાર દસ-બાર પોલીસો ભેગા થયા. એક જણે કાગળ વાંચી સંભળાવ્યો, બીજાએ ઈશ્વરનું નામ લીધું, અને બધાએ મળીને પછવાડિયે બાંધેલા એક અસહાય તરુણનું ખૂન કર્યું. જેલનો મોટો ઘંટ વાગ્યો અને દુનિયામાંથી એક માણસ ઓછો થયો. જેલના ઘંટે શું કહ્યું? તેણે માણસની બુદ્ધિનું પોગળ જાહેર કર્યું. તેણે કહ્યું, ‘ મનુષ્યજાતિએ બુદ્ધિનું દેવાળું કાઢ્યું છે, મરી જનાર માણસનું શું કરવું એ સમાજને સૂઝ્યું નહીં એટલા જ માટે આટલા લોકોએ ભેગા થઈને એક માણસને આ દુનિયામાંથી વિદાય આપી અને તેના સરજનહારને બેવકૂફ ઠરાવ્યો!’ આજે સુપરિન્ટેન્ડેન્ટ જ્યારે આવશે ત્યારે શરમથી ઝંખવાણો પડેલો હશે એમ મેં ધારેલું. પણ તેને કંઈ એ પહેલો જ પ્રસંગ ન હતો. | ||
૪ | {{Center|'''૪'''}} | ||
એક દિવસ સવારે પો ફાટતાં પહેલાં જ મારી પથારીમાં કંઈ કાળું હાલે છે એમ મને દેખાયું. આંખોમાં ઊંઘનો અમલ હતો જ, તેથી મેં ધાર્યું કે અમસ્તો વહેમ છે. જરાક અજવાળું થયું અને જોયું તો એક મોટો કાનખજૂરો પથારીની બાજુ પર થઈને દીવાલ તરફ દોડતો હતો. અર્ધા કલાક પછી તાળું ખખડ્યું અને બારણું ઊઘડ્યું એટલે મેં સાવરણી આણીને કાનખજૂરાને ઓરડી બહાર ફેંકી દીધો. પાંચ વરસ પહેલાં તો કાનખજૂરો નજરે પડે કે તરત જ હું મારી નાખતો. પણ ગુજરાતમાં આવીને અહિંસાનો ચેપ લાગેલો હોવાથી કાનખજૂરાને મારવાનું મન ન થયું. મેં તો એને ઓરડી બહાર ફેંકી દીધો, પણ મારો પડોશી ઇસ્માઈલ થોડો જ સખણો રહેવાનો હતો? તેણે સાવરણી ઉપાડી એક જ સપાટામાં કાનખજૂરાને એક ભવમાંથી મુક્ત કર્યો. તેણે મને કહ્યું. ‘કાકાસાહેબ, આપ જરૂર ઇસ કી શિકાયત કીજિયેગા. સપ્રીડન્ડ કો યહ બતાના ચાહિયે.’ એટલામાં ઇસ્લામ આઝાદ ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, ‘કાનખજૂરા કાન મેં જાકર કાન કો ખા જાય તો સરકાર કા બાબા કા ક્યા જાતા હૈ; હમારા નુકસાન હો જાય તો ઉસકા જુમ્મેદાર કૌન હૈ?’ જોતજોતામાં કાઉન્સિલ ભેગી થઈ અને કાનખજૂરામાંથી શું પ્રકરણ ઊભું કરી શકાય એની ચર્ચા ચાલી. | એક દિવસ સવારે પો ફાટતાં પહેલાં જ મારી પથારીમાં કંઈ કાળું હાલે છે એમ મને દેખાયું. આંખોમાં ઊંઘનો અમલ હતો જ, તેથી મેં ધાર્યું કે અમસ્તો વહેમ છે. જરાક અજવાળું થયું અને જોયું તો એક મોટો કાનખજૂરો પથારીની બાજુ પર થઈને દીવાલ તરફ દોડતો હતો. અર્ધા કલાક પછી તાળું ખખડ્યું અને બારણું ઊઘડ્યું એટલે મેં સાવરણી આણીને કાનખજૂરાને ઓરડી બહાર ફેંકી દીધો. પાંચ વરસ પહેલાં તો કાનખજૂરો નજરે પડે કે તરત જ હું મારી નાખતો. પણ ગુજરાતમાં આવીને અહિંસાનો ચેપ લાગેલો હોવાથી કાનખજૂરાને મારવાનું મન ન થયું. મેં તો એને ઓરડી બહાર ફેંકી દીધો, પણ મારો પડોશી ઇસ્માઈલ થોડો જ સખણો રહેવાનો હતો? તેણે સાવરણી ઉપાડી એક જ સપાટામાં કાનખજૂરાને એક ભવમાંથી મુક્ત કર્યો. તેણે મને કહ્યું. ‘કાકાસાહેબ, આપ જરૂર ઇસ કી શિકાયત કીજિયેગા. સપ્રીડન્ડ કો યહ બતાના ચાહિયે.’ એટલામાં ઇસ્લામ આઝાદ ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો, ‘કાનખજૂરા કાન મેં જાકર કાન કો ખા જાય તો સરકાર કા બાબા કા ક્યા જાતા હૈ; હમારા નુકસાન હો જાય તો ઉસકા જુમ્મેદાર કૌન હૈ?’ જોતજોતામાં કાઉન્સિલ ભેગી થઈ અને કાનખજૂરામાંથી શું પ્રકરણ ઊભું કરી શકાય એની ચર્ચા ચાલી. | ||
| Line 173: | Line 173: | ||
એક રાત્રે મોટો પવન ચાલ્યો. કાગડાનો માળો ઢળી પડ્યો અને એક બચ્ચું મરી ગયું. નૂરમહમદે માળો અને બચી ગયેલું બચ્ચું લીમડા પર ગોઠવી દીધાં. પણ એકબે દિવસમાં તેનો પણ અંત આવ્યો. ઝાડુવાળાએ બચ્ચું દીવાલ બહાર ફેંકી દીધું. ત્યાં કાગડાઓની ન્યાત ભેગી થઈ ને કાણ કાઢી. કેટલાક ઘરડા કાગડાઓએ રાજિયા ગાયા. મા કાગડી તો અવાચક થઈને બેસી જ ગઈ હતી. આખરે જ્યારે મોટો વરસાદ આવ્યો ત્યારે ન્યાત લાચાર થઈને ઊડી ગઈ. પણ ત્રણ-ચાર કાગડાઓના દુઃખનો આવેગ એટલો બધો હતો કે વરસાદમાં ઊડી જવાનું પણ તેમને ન સૂઝ્યું. કાગડાઓનું નસંતાન વળેલું જોઈ ખિસકોલીઓ રાજી થઈ કે કેમ એ આપણે કેમ કહી શકીએ? અદેખાઈ, મત્સર અને પારકાનું દુઃખ જોઈ થતો આનંદ એ વૃત્તિઓ વખતે સુધરેલાં પ્રાણીઓના જ દુર્ગુણ હશે. બચ્ચાં મરી ગયા પછી કાગડા પણ જરા મોળા પડ્યા. અમને સાલે એવો કાગડાનો છેલ્લો શિકાર તો અમારા જાજરૂ પર રહેતી એક દેવચકલીનાં બચ્ચાંનો હતો. | એક રાત્રે મોટો પવન ચાલ્યો. કાગડાનો માળો ઢળી પડ્યો અને એક બચ્ચું મરી ગયું. નૂરમહમદે માળો અને બચી ગયેલું બચ્ચું લીમડા પર ગોઠવી દીધાં. પણ એકબે દિવસમાં તેનો પણ અંત આવ્યો. ઝાડુવાળાએ બચ્ચું દીવાલ બહાર ફેંકી દીધું. ત્યાં કાગડાઓની ન્યાત ભેગી થઈ ને કાણ કાઢી. કેટલાક ઘરડા કાગડાઓએ રાજિયા ગાયા. મા કાગડી તો અવાચક થઈને બેસી જ ગઈ હતી. આખરે જ્યારે મોટો વરસાદ આવ્યો ત્યારે ન્યાત લાચાર થઈને ઊડી ગઈ. પણ ત્રણ-ચાર કાગડાઓના દુઃખનો આવેગ એટલો બધો હતો કે વરસાદમાં ઊડી જવાનું પણ તેમને ન સૂઝ્યું. કાગડાઓનું નસંતાન વળેલું જોઈ ખિસકોલીઓ રાજી થઈ કે કેમ એ આપણે કેમ કહી શકીએ? અદેખાઈ, મત્સર અને પારકાનું દુઃખ જોઈ થતો આનંદ એ વૃત્તિઓ વખતે સુધરેલાં પ્રાણીઓના જ દુર્ગુણ હશે. બચ્ચાં મરી ગયા પછી કાગડા પણ જરા મોળા પડ્યા. અમને સાલે એવો કાગડાનો છેલ્લો શિકાર તો અમારા જાજરૂ પર રહેતી એક દેવચકલીનાં બચ્ચાંનો હતો. | ||
૫ | {{Center|'''૫'''}} | ||
રવિવારનો દિવસ હતો. પોલીસોને જલદી ઘેર જવું હતું એટલે તેમણે અમારી આજીજી કરી અમને પાંચ વાગ્યે જ કોટડીઓમાં પૂરી દીધા હતા. હું ‘નાથભાગવત’નો એક અધ્યાય પૂરો કરી ઓરડીમાં નિરાંતે બેઠો હતો. રાતપાળીના પોલીસો તેમજ મુકાદમો તાળાં બરાબર બંધ છે કે નહીં તે તપાસી બીડી પીવા ક્યાંક ખૂણે જઈ ભરાયા હતા. એટલામાં એક મોટો ઘોઘર બિલાડો ધરાઈને ખાધા પછી મૂછ ચાટતો ચાટતો અને હાથીની પેઠે ડોલતો ડોલતો આવી મારા બારણા આગળ અટક્યો અને ધ્યાનપૂર્વક મને નિહાળતો ઊભો. તેણે માથું ઊંચું કર્યું, નીચું કર્યું, બારણાના એક છેડા તરફથી જોયું, બીજા છેડા તરફથી જોયું, ને ‘ગુર્ર્ર્’ ‘મ્યાઉં’ કરીને પોતાનો સંતોષ જાહેર કર્યો! નાનપણથી અનેક અજાયબઘરો (મ્યૂઝિયમો) હું જોતો આવ્યો છું. પાંજરાંની માંહ્ય પશુપક્ષીઓ, વાઘબિલાડીઓ પૂરેલાં મેં બહારથી જોયાં છે, તપાસ્યાં છે, તેમનું વર્ણન બહારના લેબલ પર વાંચી સંતોષ વ્યક્ત કર્યો છે; પણ કોઈ કાળે મેં એમ સ્વપ્નેય ધારેલું નહીં કે હું બંધ બારણે પુરાયો હોઈશ અને એક નફટ બિલાડો બહારથી મને જોઈતપાસી પોતાનો સંતોષ જાહેર કરશે! બિલાડીઓનું કોમી છાપું ચાલતું હોત તો પેલો ઘોઘર આ પ્રસંગ પર જરૂર એક લાંબો વર્ણનાત્મક લેખ લખત. | રવિવારનો દિવસ હતો. પોલીસોને જલદી ઘેર જવું હતું એટલે તેમણે અમારી આજીજી કરી અમને પાંચ વાગ્યે જ કોટડીઓમાં પૂરી દીધા હતા. હું ‘નાથભાગવત’નો એક અધ્યાય પૂરો કરી ઓરડીમાં નિરાંતે બેઠો હતો. રાતપાળીના પોલીસો તેમજ મુકાદમો તાળાં બરાબર બંધ છે કે નહીં તે તપાસી બીડી પીવા ક્યાંક ખૂણે જઈ ભરાયા હતા. એટલામાં એક મોટો ઘોઘર બિલાડો ધરાઈને ખાધા પછી મૂછ ચાટતો ચાટતો અને હાથીની પેઠે ડોલતો ડોલતો આવી મારા બારણા આગળ અટક્યો અને ધ્યાનપૂર્વક મને નિહાળતો ઊભો. તેણે માથું ઊંચું કર્યું, નીચું કર્યું, બારણાના એક છેડા તરફથી જોયું, બીજા છેડા તરફથી જોયું, ને ‘ગુર્ર્ર્’ ‘મ્યાઉં’ કરીને પોતાનો સંતોષ જાહેર કર્યો! નાનપણથી અનેક અજાયબઘરો (મ્યૂઝિયમો) હું જોતો આવ્યો છું. પાંજરાંની માંહ્ય પશુપક્ષીઓ, વાઘબિલાડીઓ પૂરેલાં મેં બહારથી જોયાં છે, તપાસ્યાં છે, તેમનું વર્ણન બહારના લેબલ પર વાંચી સંતોષ વ્યક્ત કર્યો છે; પણ કોઈ કાળે મેં એમ સ્વપ્નેય ધારેલું નહીં કે હું બંધ બારણે પુરાયો હોઈશ અને એક નફટ બિલાડો બહારથી મને જોઈતપાસી પોતાનો સંતોષ જાહેર કરશે! બિલાડીઓનું કોમી છાપું ચાલતું હોત તો પેલો ઘોઘર આ પ્રસંગ પર જરૂર એક લાંબો વર્ણનાત્મક લેખ લખત. | ||
| Line 186: | Line 186: | ||
આખરે બધાના દબાણથી ભોલુનો માંડ છુટકારો થયો અને તે બધા રાતને માટે સૂવા ચાલ્યા ગયા. | આખરે બધાના દબાણથી ભોલુનો માંડ છુટકારો થયો અને તે બધા રાતને માટે સૂવા ચાલ્યા ગયા. | ||
૬ | {{Center|'''૬'''}} | ||
વરસાદના દિવસ આવી પહોંચ્યા. રાહ જોઈ જોઈને થાકેલાં ને લગભગ નિરાશ થયેલાં પ્રાણીઓને આનંદ થયો. જમીન મહેકવા લાગી. સંધ્યાસમયનાં વાદળાંઓ મધ્યે શ્યામ અને સોનેરી કિનારવાળાં વધારે પ્રિય દેખાવા લાગ્યાં. કોઈ દિવસ અમદાવાદની દિશામાં તો કોઈ દિવસ વીરમગામની દિશામાં સજલ ઘન ઊતરતા દેખાવા લાગ્યા. પહેલે દિવસે સાંજે અમે ભેગા બેસીને પ્રાર્થના કરી અને મેઘની પેઠે આર્દ્ર હૃદયે આ કૃપા માટે પરમાત્માનું ગાયન કર્યું. સુકાયેલી જમીનમાંથી બાલ-તૃણાંકુર ઊગી નીકળ્યા. પણ પોતાનાં કાન ને પૂંછડીઓ હલાવતાં હલાવતાં તે તૃણાંકુરો પર ઉજાણી કરનાર વાછરડાં કે ઘેટાંબકરાંનાં બચ્ચાં અહીં હતાં નહીં. ભૂમિદેવીનું માતૃહૃદય સફળ થયું. પણ તેને ધાવનાર કોઈ ન મળે. બિચારો હોંકેરઆપ્પા અહીં રહ્યો કર્ણાટકના હમ્પી તરફનાં પોતાનાં ખેતરો નિહાળવા લાગ્યો. નિર્દોષ વાળંદ પોચાભાઈ ઘરનાં ઢોરની વાતો કરવા લાગ્યો. અર્જુન અને રાવજી એ ભીલોની વૃદ્ધ જોડી બાળકની પેઠે નૃત્ય કરવા લાગી. નૃત્ય સાથે ગાયન પણ હતું. પણ શિષ્ટજનોને માટે તે શ્રાવ્ય ન હતું. રાવજી કદાવર નહોતો પણ મજબૂત હતો. જેલમાં બીજી વાર આવ્યો હતો. હવે તેના મોઢાના દાંત બહુ ઓછા રહ્યા હતા. આવો ઘરડો માણસ વરસાદની ઠંડક લાગતાં-વેંત એકદમ જુવાન થયો ને કહેવા લાગ્યો, ‘કોણ જાણે ઘેર જઈશ ત્યારે મારી ઘરવાળી જીવતી હશે કે નહીં? મરી ગઈ હશે તો હું ફરી વાર પરણવાનો. મને રાંધીને મૂકનાર કોઈ જોઈએ કની!’ | વરસાદના દિવસ આવી પહોંચ્યા. રાહ જોઈ જોઈને થાકેલાં ને લગભગ નિરાશ થયેલાં પ્રાણીઓને આનંદ થયો. જમીન મહેકવા લાગી. સંધ્યાસમયનાં વાદળાંઓ મધ્યે શ્યામ અને સોનેરી કિનારવાળાં વધારે પ્રિય દેખાવા લાગ્યાં. કોઈ દિવસ અમદાવાદની દિશામાં તો કોઈ દિવસ વીરમગામની દિશામાં સજલ ઘન ઊતરતા દેખાવા લાગ્યા. પહેલે દિવસે સાંજે અમે ભેગા બેસીને પ્રાર્થના કરી અને મેઘની પેઠે આર્દ્ર હૃદયે આ કૃપા માટે પરમાત્માનું ગાયન કર્યું. સુકાયેલી જમીનમાંથી બાલ-તૃણાંકુર ઊગી નીકળ્યા. પણ પોતાનાં કાન ને પૂંછડીઓ હલાવતાં હલાવતાં તે તૃણાંકુરો પર ઉજાણી કરનાર વાછરડાં કે ઘેટાંબકરાંનાં બચ્ચાં અહીં હતાં નહીં. ભૂમિદેવીનું માતૃહૃદય સફળ થયું. પણ તેને ધાવનાર કોઈ ન મળે. બિચારો હોંકેરઆપ્પા અહીં રહ્યો કર્ણાટકના હમ્પી તરફનાં પોતાનાં ખેતરો નિહાળવા લાગ્યો. નિર્દોષ વાળંદ પોચાભાઈ ઘરનાં ઢોરની વાતો કરવા લાગ્યો. અર્જુન અને રાવજી એ ભીલોની વૃદ્ધ જોડી બાળકની પેઠે નૃત્ય કરવા લાગી. નૃત્ય સાથે ગાયન પણ હતું. પણ શિષ્ટજનોને માટે તે શ્રાવ્ય ન હતું. રાવજી કદાવર નહોતો પણ મજબૂત હતો. જેલમાં બીજી વાર આવ્યો હતો. હવે તેના મોઢાના દાંત બહુ ઓછા રહ્યા હતા. આવો ઘરડો માણસ વરસાદની ઠંડક લાગતાં-વેંત એકદમ જુવાન થયો ને કહેવા લાગ્યો, ‘કોણ જાણે ઘેર જઈશ ત્યારે મારી ઘરવાળી જીવતી હશે કે નહીં? મરી ગઈ હશે તો હું ફરી વાર પરણવાનો. મને રાંધીને મૂકનાર કોઈ જોઈએ કની!’ | ||
| Line 235: | Line 235: | ||
જેલની અશુદ્ધ હવા, ઘી-દૂધ વગરનો ખોરાક અને કાચી રસોઈ, આ ત્રણેના સંયોગને લીધે હું ક્ષીણ થવા લાગ્યો, નેતરની ખુરશીઓ બનાવવાનું મેં છોડી દીધું અને દરજીકામ માગી લીધું. મારું વજન ખૂબ ઘટી ગયું. ક્ષયરોગની આ પૂર્વતૈયારી જોઈ જેલના દાક્તરે મારું સ્થાનાન્તર કરવાની જરૂર જોઈ. યુરોપિયન વૉર્ડમાં મને ફરી મોકલવાનું નક્કી થઈ ચૂક્યું, એટલે મેં મારા પાંચ મહિનાના માનવી તેમજ તિર્યક સ્નેહીઓની દુઃખિત હૃદયે વિદાય લીધી. | જેલની અશુદ્ધ હવા, ઘી-દૂધ વગરનો ખોરાક અને કાચી રસોઈ, આ ત્રણેના સંયોગને લીધે હું ક્ષીણ થવા લાગ્યો, નેતરની ખુરશીઓ બનાવવાનું મેં છોડી દીધું અને દરજીકામ માગી લીધું. મારું વજન ખૂબ ઘટી ગયું. ક્ષયરોગની આ પૂર્વતૈયારી જોઈ જેલના દાક્તરે મારું સ્થાનાન્તર કરવાની જરૂર જોઈ. યુરોપિયન વૉર્ડમાં મને ફરી મોકલવાનું નક્કી થઈ ચૂક્યું, એટલે મેં મારા પાંચ મહિનાના માનવી તેમજ તિર્યક સ્નેહીઓની દુઃખિત હૃદયે વિદાય લીધી. | ||
૭ | {{Center|'''૭'''}} | ||
યુરોપિયન વૉર્ડનાં અનેક નામો છે. આ જેલમાં ભાગ્યે જ યુરોપિયનોને રાખે છે. એટલે આ વૉર્ડનું ઉપરનું સરકારી નામ નામનું જ છે. નવા આવેલા બધા કેદીઓ અહીં રખાય છે એટલા માટે એને ક્વોરૅન્ટીન કહે છે. આમાં સાત કોટડીઓ હારોહાર છે તેથી એને ‘સાતખોલી’ પણ કહે છે. અહીંની ઓરડીઓ જેલની બીજી કોટડીઓના પ્રમાણમાં મોટી છે, અને જમીન તેમજ આગળપાછળના ઓટલા છોબંધ છે, એટલે સ્વચ્છતા સારી રીતે જળવાય છે. આ સ્થાનમાં શરૂઆતમાં હું રહી ગયેલો એટલે અહીં નવા જેવું કશું હતું નહીં. છેલ્લા પાંચ માસ દરમિયાન ભાઈશ્રી ઇન્દુલાલ અને દયાળજી પણ અહીં રહી ગયેલા. અને હું આવ્યો ત્યારે રૂપાલ સ્ટેટના ઠાકોર તખ્તસિંહજી કરીને એક ઉમદા રજપૂત ગરાસિયા અહીં રહેતા હતા. આ ભાઈને જેલમાં બીડી પીવાની રજા હતી અને તેનાં ઠૂંઠાં આમતેમ ફેંકી દેવાની ટેવ હતી! આખી જેલમાં આ કારણથી તેમની પ્રતિષ્ઠા સૌથી વધારે હતી. | યુરોપિયન વૉર્ડનાં અનેક નામો છે. આ જેલમાં ભાગ્યે જ યુરોપિયનોને રાખે છે. એટલે આ વૉર્ડનું ઉપરનું સરકારી નામ નામનું જ છે. નવા આવેલા બધા કેદીઓ અહીં રખાય છે એટલા માટે એને ક્વોરૅન્ટીન કહે છે. આમાં સાત કોટડીઓ હારોહાર છે તેથી એને ‘સાતખોલી’ પણ કહે છે. અહીંની ઓરડીઓ જેલની બીજી કોટડીઓના પ્રમાણમાં મોટી છે, અને જમીન તેમજ આગળપાછળના ઓટલા છોબંધ છે, એટલે સ્વચ્છતા સારી રીતે જળવાય છે. આ સ્થાનમાં શરૂઆતમાં હું રહી ગયેલો એટલે અહીં નવા જેવું કશું હતું નહીં. છેલ્લા પાંચ માસ દરમિયાન ભાઈશ્રી ઇન્દુલાલ અને દયાળજી પણ અહીં રહી ગયેલા. અને હું આવ્યો ત્યારે રૂપાલ સ્ટેટના ઠાકોર તખ્તસિંહજી કરીને એક ઉમદા રજપૂત ગરાસિયા અહીં રહેતા હતા. આ ભાઈને જેલમાં બીડી પીવાની રજા હતી અને તેનાં ઠૂંઠાં આમતેમ ફેંકી દેવાની ટેવ હતી! આખી જેલમાં આ કારણથી તેમની પ્રતિષ્ઠા સૌથી વધારે હતી. | ||
| Line 255: | Line 255: | ||
કેટલું કરુણ કાવ્ય! અને કેવો જનસહજ બોધ! સાંજે પ્રાર્થના પછી શામળભાઈએ હોલાનું જ ગીત ગાયું. મેં તેમને ઉપલી વાત કહી અને હોલાની જ વાતો કરતા અમે સૂઈ ગયા. નઝીરના પેલા કાવ્યનું અનેક વાર સ્મરણ થયું. પણ આખું યાદ ન હતું. | કેટલું કરુણ કાવ્ય! અને કેવો જનસહજ બોધ! સાંજે પ્રાર્થના પછી શામળભાઈએ હોલાનું જ ગીત ગાયું. મેં તેમને ઉપલી વાત કહી અને હોલાની જ વાતો કરતા અમે સૂઈ ગયા. નઝીરના પેલા કાવ્યનું અનેક વાર સ્મરણ થયું. પણ આખું યાદ ન હતું. | ||
સાંજ સબેરે ચિડિયાં મિલ કર | '''સાંજ સબેરે ચિડિયાં મિલ કર''' | ||
ચૂં ચૂં ચૂં ચૂં કરતી હૈ. | '''ચૂં ચૂં ચૂં ચૂં કરતી હૈ.''' | ||
ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ક્યા સબ | '''ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ક્યા સબ''' | ||
બેચૂં બેચૂં કહતી હૈ. | '''બેચૂં બેચૂં કહતી હૈ.''' | ||
પશુપક્ષીઓ અને કુદરત પાસેથી અધ્યાત્મનો પાઠ શોધવાના અને શીખવાના પ્રકાર બધા જ કવિઓમાં હોય છે. | પશુપક્ષીઓ અને કુદરત પાસેથી અધ્યાત્મનો પાઠ શોધવાના અને શીખવાના પ્રકાર બધા જ કવિઓમાં હોય છે. | ||
| Line 300: | Line 300: | ||
સાચે જ કબૂતર એ બેવકૂફ પ્રાણી છે. અમારી ઓસરીના છાપરામાં મોભ અને મોભિયાંને વચગાળે અને વળી વચ્ચેના ખૂણામાં પોતાનો માળો બાંધવાનો કબૂતરના એક જોડાએ વિચાર કર્યો. ત્યાં માળો ટકે એમ હતું જ નહીં. અને તેમાં વળી સુપરિન્ટેન્ડેન્ટ રોજ આવીને છાપરું અંદરથી સારું છે કે નહીં એ તપાસે. કબૂતરો સવારથી સાંજ સુધીમાં લીમડાની કેટલીક સૂકી સળીઓ ભેગી કરીને ગોઠવતાં. પણ જેટલી ગોઠવવા જાય તેટલી નીચે પડે ને નીચે કચરો પડે. મને થયું કે આ ધણીધણિયાણીને આ મિથ્યા પ્રયત્નમાંથી હું બચાવું. મેં એમને બેત્રણ દિવસ સુધી આખો દિવસ ઉડાડવાનો ધંધો કર્યો. એમને ત્યાં આવવા જ ન દઉં. પણ એ પઢતમૂર્ખ કબૂતરોએ ઉત્તમ-જનનું લક્ષણ મોઢે કર્યું હતું : | સાચે જ કબૂતર એ બેવકૂફ પ્રાણી છે. અમારી ઓસરીના છાપરામાં મોભ અને મોભિયાંને વચગાળે અને વળી વચ્ચેના ખૂણામાં પોતાનો માળો બાંધવાનો કબૂતરના એક જોડાએ વિચાર કર્યો. ત્યાં માળો ટકે એમ હતું જ નહીં. અને તેમાં વળી સુપરિન્ટેન્ડેન્ટ રોજ આવીને છાપરું અંદરથી સારું છે કે નહીં એ તપાસે. કબૂતરો સવારથી સાંજ સુધીમાં લીમડાની કેટલીક સૂકી સળીઓ ભેગી કરીને ગોઠવતાં. પણ જેટલી ગોઠવવા જાય તેટલી નીચે પડે ને નીચે કચરો પડે. મને થયું કે આ ધણીધણિયાણીને આ મિથ્યા પ્રયત્નમાંથી હું બચાવું. મેં એમને બેત્રણ દિવસ સુધી આખો દિવસ ઉડાડવાનો ધંધો કર્યો. એમને ત્યાં આવવા જ ન દઉં. પણ એ પઢતમૂર્ખ કબૂતરોએ ઉત્તમ-જનનું લક્ષણ મોઢે કર્યું હતું : | ||
विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः | '''विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमानाः''' | ||
प्रारब्धमुत्तमजना न परित्यजन्ति। | '''प्रारब्धमुत्तमजना न परित्यजन्ति।''' | ||
એમણે પુરુષાર્થ (અથવા દંપત્યર્થ) જારી જ રાખ્યો. મેં હાર ખાધી અને એમની દૃષ્ટિએ એમનું કામ નિર્વિઘ્ન થયું. પછી જ્યારે જ્યારે હું સવારે એમના માળા નીચેથી આંટા મારતો ત્યારે પોતાની કુદરતી લાલ આંખોથી તેઓ મારી તરફ તાકીને જોતાં, અને હું ધારું છું કેટલાયે શાપ આપતાં. પણ એમની આંખની લાલાશમાં કંઈ તપસ્યાનો અગ્નિ ન હતો કે હું બળી જાઉં. એમના ભારથી જ એમનો માળો ઘણી વાર પડી જતો. આખરે માળો અડધો તૈયાર થાય તેના પહેલાં જ માદાએ એ માળામાં ઈંડું મૂક્યું, અને બંને તેને વારાફરતી સેવવા લાગ્યાં. એક દિવસ નર ઊડવા ગયો અને એના ભારથી આખો માળો ઢળી પડ્યો અને ઈંડું ફૂટી ગયું. આમ છતાં એ શેઠ-શેઠાણીને ડહાપણ ન આવ્યું. ફરી ત્યાં જ બીજો માળો શરૂ કર્યો. આ વેળા કંઈક સારો થયો હતો. પણ તે પૂરો થાય તે પહેલાં જ માદાએ બીજું ઈંડું મૂક્યું. તે પણ ગબડી પડ્યું, પણ આ વખતે સીધું ભોંય પર ન પડવાથી તેના કકડા ન થતાં માત્ર કોચલામાં તડો પડી. મેં એ માળો ફરી ઉપર ગોઠવ્યો અને ઈંડું અંદર મૂકી દીધું. આ ઈંડામાંથી બચ્ચું નીકળે એમ તો હવે હતું જ નહીં, પણ મને થયું કે આ ઘેલા જોડાને આસાએશ તો મળશે. એક દિવસ એ લોકોએ ઈંડું સેવ્યું, પણ તેમના પ્રાક્તનમાં દુઃખ જ લખેલું હતું તે કેમ ટળે? એક ખિસકોલીને આ ફૂટેલા ઈંડાની ભાળ લાગી અને કબૂતર નથી એવો લાગ જોઈ તેણે ઈંડું ફોડી ખાધું. તેના દાંતનો અવાજ સાંભળી હું પાસે ગયો. ખિસકોલી ફળાહારી પ્રાણી છે એમ અત્યાર સુધી હું માનતો. તેને આવી રીતે ઈંડું ખાતી જોઈ મને આશ્ચર્ય થયું અને ખિસકોલી વિશે મારા મનમાં જે કાવ્યમય પ્રેમ નાનપણથી બંધાયો હતો તે પણ એકદમ ઓછો થયો. કબૂતર અને ખિસકોલી બંને નિરપરાધ અથવા કાવ્યની દૃષ્ટિએ નિષ્પાપ પ્રાણી છે એમ હું માનતો. તેમાં વળી ખિસકોલીને પોતાના બચ્ચાના રક્ષણ સારુ કાગડા પર ધસારો કરતી જોઈ ત્યારથી કબૂતર કરતાં પણ મેં એને ઊંચું સ્થાન આપ્યું હતું. કબૂતર બીજાને ઈજા કરે નહીં એ ખરું, પણ સાથે સાથે પોતાનું રક્ષણ કરવા જેટલાં પણ ડહાપણ કે હિંમત તેની પાસે ન મળે. ખિસકોલી હિંસામાં અસમર્થ પણ સ્વ-સંરક્ષણમાં સમર્થ એવું આદર્શ પ્રાણી છે એમ મેં માન્યું હતું. પણ એક કમબખ્ત ખિસકોલીએ પેલા ઈંડાની સાથે મારું કાવ્ય પણ તોડી નાખ્યું. | એમણે પુરુષાર્થ (અથવા દંપત્યર્થ) જારી જ રાખ્યો. મેં હાર ખાધી અને એમની દૃષ્ટિએ એમનું કામ નિર્વિઘ્ન થયું. પછી જ્યારે જ્યારે હું સવારે એમના માળા નીચેથી આંટા મારતો ત્યારે પોતાની કુદરતી લાલ આંખોથી તેઓ મારી તરફ તાકીને જોતાં, અને હું ધારું છું કેટલાયે શાપ આપતાં. પણ એમની આંખની લાલાશમાં કંઈ તપસ્યાનો અગ્નિ ન હતો કે હું બળી જાઉં. એમના ભારથી જ એમનો માળો ઘણી વાર પડી જતો. આખરે માળો અડધો તૈયાર થાય તેના પહેલાં જ માદાએ એ માળામાં ઈંડું મૂક્યું, અને બંને તેને વારાફરતી સેવવા લાગ્યાં. એક દિવસ નર ઊડવા ગયો અને એના ભારથી આખો માળો ઢળી પડ્યો અને ઈંડું ફૂટી ગયું. આમ છતાં એ શેઠ-શેઠાણીને ડહાપણ ન આવ્યું. ફરી ત્યાં જ બીજો માળો શરૂ કર્યો. આ વેળા કંઈક સારો થયો હતો. પણ તે પૂરો થાય તે પહેલાં જ માદાએ બીજું ઈંડું મૂક્યું. તે પણ ગબડી પડ્યું, પણ આ વખતે સીધું ભોંય પર ન પડવાથી તેના કકડા ન થતાં માત્ર કોચલામાં તડો પડી. મેં એ માળો ફરી ઉપર ગોઠવ્યો અને ઈંડું અંદર મૂકી દીધું. આ ઈંડામાંથી બચ્ચું નીકળે એમ તો હવે હતું જ નહીં, પણ મને થયું કે આ ઘેલા જોડાને આસાએશ તો મળશે. એક દિવસ એ લોકોએ ઈંડું સેવ્યું, પણ તેમના પ્રાક્તનમાં દુઃખ જ લખેલું હતું તે કેમ ટળે? એક ખિસકોલીને આ ફૂટેલા ઈંડાની ભાળ લાગી અને કબૂતર નથી એવો લાગ જોઈ તેણે ઈંડું ફોડી ખાધું. તેના દાંતનો અવાજ સાંભળી હું પાસે ગયો. ખિસકોલી ફળાહારી પ્રાણી છે એમ અત્યાર સુધી હું માનતો. તેને આવી રીતે ઈંડું ખાતી જોઈ મને આશ્ચર્ય થયું અને ખિસકોલી વિશે મારા મનમાં જે કાવ્યમય પ્રેમ નાનપણથી બંધાયો હતો તે પણ એકદમ ઓછો થયો. કબૂતર અને ખિસકોલી બંને નિરપરાધ અથવા કાવ્યની દૃષ્ટિએ નિષ્પાપ પ્રાણી છે એમ હું માનતો. તેમાં વળી ખિસકોલીને પોતાના બચ્ચાના રક્ષણ સારુ કાગડા પર ધસારો કરતી જોઈ ત્યારથી કબૂતર કરતાં પણ મેં એને ઊંચું સ્થાન આપ્યું હતું. કબૂતર બીજાને ઈજા કરે નહીં એ ખરું, પણ સાથે સાથે પોતાનું રક્ષણ કરવા જેટલાં પણ ડહાપણ કે હિંમત તેની પાસે ન મળે. ખિસકોલી હિંસામાં અસમર્થ પણ સ્વ-સંરક્ષણમાં સમર્થ એવું આદર્શ પ્રાણી છે એમ મેં માન્યું હતું. પણ એક કમબખ્ત ખિસકોલીએ પેલા ઈંડાની સાથે મારું કાવ્ય પણ તોડી નાખ્યું. | ||
૮ | {{Center|'''૮'''}} | ||
ફરી પાછી પાનખર ઋતુ આવી. ઉડાઉ માણસના વૈભવની પેઠે ઝાડવાંનાં પાંદડાં ઝપાટાબંધ ખરી પડવા લાગ્યાં. કેદીઓ આંગણું વાળી વાળીને થાકી જતા. સવારે સુપરિન્ટેન્ડેન્ટ આવે તે વખતે એક પણ પાંદડું જમીન પર ન જોઈએ. સુપરિન્ટેન્ડેન્ટનો વખત નક્કી ન હોય. કોઈ વાર સાત વાગ્યે આવે અને કોઈ વાર નવ વાગ્યા સુધીયે ન આવે. કોઈ વાર વળી હું માંદો એટલે મને જોવા બધું કામ પરવારી બાર સાડા બાર વાગ્યે આવે! ત્યાં સુધી આંગણું સાફ રહેવું જોઈએ, પછી ભલે ગમે તે થાય. ઝાડ જેલનાં ખરાં, પણ એ કાંઈ સુપરિન્ટેન્ડેન્ટનો હુકમ માને? આખો દિવસ પાંદડાં વરસાવ્યાં જ કરે. અને પવન કશા પક્ષપાત વગર આંગણામાં તે બધાં પાંદડાં સરખી રીતે વેરી દે. બિચારા કેદીઓને આંગણું ફરીફરીને વાળવું પડતું. જેલમાં ‘તાર’ની ખાનગી વ્યવસ્થા ન હોત તો કેદીઓ મરી જ જાત. પણ બલિહારી ‘તાર’ની! સવારની ‘રોન’માં તપાસ કરવા સુપરિન્ટેન્ડેન્ટ ઊપડે કે અરધી જ મિનિટમાં આખી જેલમાં ‘તાર’ દ્વારા ખબર પહોંચી જાય અને પછી કેદીઓ ઝપાટાબંધ આંગણાં સાફ કરી રાખે. | ફરી પાછી પાનખર ઋતુ આવી. ઉડાઉ માણસના વૈભવની પેઠે ઝાડવાંનાં પાંદડાં ઝપાટાબંધ ખરી પડવા લાગ્યાં. કેદીઓ આંગણું વાળી વાળીને થાકી જતા. સવારે સુપરિન્ટેન્ડેન્ટ આવે તે વખતે એક પણ પાંદડું જમીન પર ન જોઈએ. સુપરિન્ટેન્ડેન્ટનો વખત નક્કી ન હોય. કોઈ વાર સાત વાગ્યે આવે અને કોઈ વાર નવ વાગ્યા સુધીયે ન આવે. કોઈ વાર વળી હું માંદો એટલે મને જોવા બધું કામ પરવારી બાર સાડા બાર વાગ્યે આવે! ત્યાં સુધી આંગણું સાફ રહેવું જોઈએ, પછી ભલે ગમે તે થાય. ઝાડ જેલનાં ખરાં, પણ એ કાંઈ સુપરિન્ટેન્ડેન્ટનો હુકમ માને? આખો દિવસ પાંદડાં વરસાવ્યાં જ કરે. અને પવન કશા પક્ષપાત વગર આંગણામાં તે બધાં પાંદડાં સરખી રીતે વેરી દે. બિચારા કેદીઓને આંગણું ફરીફરીને વાળવું પડતું. જેલમાં ‘તાર’ની ખાનગી વ્યવસ્થા ન હોત તો કેદીઓ મરી જ જાત. પણ બલિહારી ‘તાર’ની! સવારની ‘રોન’માં તપાસ કરવા સુપરિન્ટેન્ડેન્ટ ઊપડે કે અરધી જ મિનિટમાં આખી જેલમાં ‘તાર’ દ્વારા ખબર પહોંચી જાય અને પછી કેદીઓ ઝપાટાબંધ આંગણાં સાફ કરી રાખે. | ||
| Line 338: | Line 338: | ||
આખરે ફેબ્રુઆરીની પહેલી તારીખ ઊગી. સવારે ચાર વાગ્યે ઊઠી મેં નાહી લીધું. જેલના ભ્રષ્ટ ખોરાકની અસર ધોઈ કાઢવા સારુ આગલે દિવસે મેં ઉપવાસ કર્યો હતો. નાહીને શરીર સ્વચ્છ કર્યું. મારો લગભગ બધો સામાન આગલે દિવસે મેં ઘેર મોકલી દીધો હતો. એટલે તૈયારી કરવાપણું કંઈ હતું જ નહીં. આંબાને તેમજ જાંબુડાને છેલવેલું પાણી પાયું. હીરાને મળવાનું મન હતું, પણ આટલી વહેલી તે ક્યાંથી આવેલી હોય? જેલની ચારે દીવાલથી ઘેરાયેલા આકાશમાં તારાઓનું છેલ્લું દર્શન કરી લીધું. એટલામાં ઠાકોરસાહેબ ઊઠ્યા. શામળભાઈ પણ નાહીને આવ્યા. અમે ત્રણે જણાએ, જેલના નિયમ વિરુદ્ધ એકઠા બેસીને પ્રાર્થના કરી. શામળભાઈએ | આખરે ફેબ્રુઆરીની પહેલી તારીખ ઊગી. સવારે ચાર વાગ્યે ઊઠી મેં નાહી લીધું. જેલના ભ્રષ્ટ ખોરાકની અસર ધોઈ કાઢવા સારુ આગલે દિવસે મેં ઉપવાસ કર્યો હતો. નાહીને શરીર સ્વચ્છ કર્યું. મારો લગભગ બધો સામાન આગલે દિવસે મેં ઘેર મોકલી દીધો હતો. એટલે તૈયારી કરવાપણું કંઈ હતું જ નહીં. આંબાને તેમજ જાંબુડાને છેલવેલું પાણી પાયું. હીરાને મળવાનું મન હતું, પણ આટલી વહેલી તે ક્યાંથી આવેલી હોય? જેલની ચારે દીવાલથી ઘેરાયેલા આકાશમાં તારાઓનું છેલ્લું દર્શન કરી લીધું. એટલામાં ઠાકોરસાહેબ ઊઠ્યા. શામળભાઈ પણ નાહીને આવ્યા. અમે ત્રણે જણાએ, જેલના નિયમ વિરુદ્ધ એકઠા બેસીને પ્રાર્થના કરી. શામળભાઈએ | ||
રામ ભજ તું પ્રાણિયા, | '''રામ ભજ તું પ્રાણિયા,''' | ||
તારા દેહનું સારથ થશે, | '''તારા દેહનું સારથ થશે,''' | ||
તારી કંચનની કાયા થશે, | '''તારી કંચનની કાયા થશે,''' | ||
રામ ભજ તું પ્રાણિયા. | '''રામ ભજ તું પ્રાણિયા.''' | ||
—વાળું પરભાતિયું ગાયું. | —વાળું પરભાતિયું ગાયું. | ||
| Line 347: | Line 347: | ||
પરભાતિયું પૂરું થતાં પો ફાટ્યો. પણ બહાર લઈ જવાને કોઈ આવ્યું નહીં. શામળભાઈએ કહ્યું, ‘હોજ આગળના તુલસીના છોડને તો તમે ભૂલી જ ગયા!’ હું શરમાયો. દોડતો જઈ તુલસીને ખાસો એક ડબો પાણી પાયું. એટલામાં એક વૉર્ડર આવ્યો અને એણે મને દરવાજે ચાલવા કહ્યું. સુપરિન્ટેન્ડેન્ટ સાથે વિદાયના બે શબ્દ બોલીને હું જેલ બહાર પડ્યો. નીકળતાંવેંત મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયો: | પરભાતિયું પૂરું થતાં પો ફાટ્યો. પણ બહાર લઈ જવાને કોઈ આવ્યું નહીં. શામળભાઈએ કહ્યું, ‘હોજ આગળના તુલસીના છોડને તો તમે ભૂલી જ ગયા!’ હું શરમાયો. દોડતો જઈ તુલસીને ખાસો એક ડબો પાણી પાયું. એટલામાં એક વૉર્ડર આવ્યો અને એણે મને દરવાજે ચાલવા કહ્યું. સુપરિન્ટેન્ડેન્ટ સાથે વિદાયના બે શબ્દ બોલીને હું જેલ બહાર પડ્યો. નીકળતાંવેંત મોઢામાંથી ઉદ્ગાર નીકળી ગયો: | ||
क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति। | '''क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति।''' | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/દેવોનું કાવ્ય |દેવોનું કાવ્ય]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સ્વામી આનંદ/મૉનજી રૂદર|મૉનજી રૂદર]] | |||
}} | |||
edits