ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નામશેષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''નામશેષ'''}} ---- {{Poem2Open}} વૈશાખની સાંજ ઢળે છે. જાણે જગત બે ભાગમાં વહેંચા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''નામશેષ'''}}
{{SetTitle}}
----
{{Heading|નામશેષ | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વૈશાખની સાંજ ઢળે છે. જાણે જગત બે ભાગમાં વહેંચાઈ જાય છે. મારું પણ એક અડધિયું આ આથમતા સૂર્ય સાથે બીજા જગતમાં ચાલી જાય છે. આથી વેદના થાય છે. પણ વર્ષાની સાંજે હોય છે એવી ભારે ભારે નહીં. અર્ધો ભાર ઉતારી નાખ્યાથી થોડી હળવાશ અનુભવાય છે. કોઈ વાર સવારે બે અડધિયાં પૂરેપૂરાં સંધાતાં નથી. વચ્ચે થોડો પોકળ અવકાશ રહી જાય છે. ત્યાં શૂન્યના બુદ્બુદ ઊઠે છે એથી ઈશ્વર ઉદ્ગાર કાઢી રહ્યો હોય એવી ભ્રાન્તિ થાય છે.

Line 16: Line 16:
મારા ઉપર આગળ પહેલાંના કેટલાય માર્ગ ભૂંસાઈ ગયા હશે! કોઈ વાર એ બધા જૂના માર્ગો સજીવન થઈને આળસ મરડીને ફરીથી દોડવા લાગે તો? તો તો મારા ઘરને પણ ચાલી નીકળવાનું મન થાય. ઘર તો એક કૃત્રિમ સ્થગિતતા છે. આકાશની ને મારી વચ્ચે કોઈએ, રખે ને હું ભયભીત થઈ જઉં એવી બીકથી મારી વચ્ચે, ધરી દીધેલી હથેળી છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ|નિદ્રા : હજાર પાંખડીવાળું પુષ્પ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ધૂસરતાવૃત્ત પૃથ્વી|ધૂસરતાવૃત્ત પૃથ્વી]]
}}
18,450

edits

Navigation menu