ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/લોકારણ્યમાં શબ્દ: Difference between revisions

no edit summary
(Created page with "{{Center|'''લોકારણ્યમાં શબ્દ'''}} ---- {{Poem2Open}} ભૂખર વાય છે, ચારે બાજુ ધુમ્મસ છે અને...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''લોકારણ્યમાં શબ્દ'''}}
{{SetTitle}}
----
{{Heading|લોકારણ્યમાં શબ્દ | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભૂખર વાય છે, ચારે બાજુ ધુમ્મસ છે અને વૃક્ષોમાંથી એનું નક્કરપણું ચાલ્યું ગયું છે. ધુમ્મસમાંથી વૃક્ષો કટકની ચાંદીની કારીગરીમાં જેવી બારીક જાળી પાડે છે તેવાં લાગે છે. બધું સાવ સ્થિર છે. એ સ્થિરતામાં અકારણ વિષાદનો ભાર છે. એ મને બૉદલેરના ચિત્તની આબોહવા જેવો લાગે છે. એ એની ‘વોયેજ’ નામની સુવિખ્યાત કવિતામાં કહે છે: ‘અમને વિષથી પખાળો, એથી જ અમે શાતા પામીશું. અમારા મગજમાં એ વિષને અગ્નિની જેમ રેલાઈ જવા દો. અમે તો ઊંડે ડૂબકી મારવા ઇચ્છીએ છીએ, પછી ભલે ને એ સ્વર્ગ હોય કે નરક. પણ અમારે તો એ અજ્ઞાત અગોચરમાં ડૂબકી મારવી છે.’ બૉદલેરે ડૂબકી મારી. પરિણામ શું આવ્યું? ઉન્માદ અને અપમૃત્યુ. પ્રેમને એ ઝંખ્યો. એ પ્રેમને ચરણે એની કવિતાનું એણે નિવેદન કર્યું. પણ એને તો મળ્યો કારાવાસ. વિષપાન એણે કર્યું ને એ વિષવલ્લીનાં જે પુષ્પો તે આપણને ધરી ગયો.

Line 20: Line 20:
અત્યારે તો વસન્ત બહુ દૂર લાગે છે. છતાં આંબાને તો એંધાણી મળી ચૂકી છે. વચમાં માવઠું થઈ ગયું, હિમાલયનાં આંસુ જાણે અહીં સુધી રેલાઈ ગયાં. એથી જ તો એનો તુહિનશીતલ સ્પર્શ મજ્જાને સુધ્ધાં કોરી ગયો.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ|ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/વિદ્રોહ|વિદ્રોહ]]
}}
18,450

edits