ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/લોકારણ્યમાં શબ્દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''લોકારણ્યમાં શબ્દ'''}} ---- {{Poem2Open}} ભૂખર વાય છે, ચારે બાજુ ધુમ્મસ છે અને...")
 
No edit summary
Line 1: Line 1:
{{Center|'''લોકારણ્યમાં શબ્દ'''}}
{{SetTitle}}
----
{{Heading|લોકારણ્યમાં શબ્દ | સુરેશ જોશી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભૂખર વાય છે, ચારે બાજુ ધુમ્મસ છે અને વૃક્ષોમાંથી એનું નક્કરપણું ચાલ્યું ગયું છે. ધુમ્મસમાંથી વૃક્ષો કટકની ચાંદીની કારીગરીમાં જેવી બારીક જાળી પાડે છે તેવાં લાગે છે. બધું સાવ સ્થિર છે. એ સ્થિરતામાં અકારણ વિષાદનો ભાર છે. એ મને બૉદલેરના ચિત્તની આબોહવા જેવો લાગે છે. એ એની ‘વોયેજ’ નામની સુવિખ્યાત કવિતામાં કહે છે: ‘અમને વિષથી પખાળો, એથી જ અમે શાતા પામીશું. અમારા મગજમાં એ વિષને અગ્નિની જેમ રેલાઈ જવા દો. અમે તો ઊંડે ડૂબકી મારવા ઇચ્છીએ છીએ, પછી ભલે ને એ સ્વર્ગ હોય કે નરક. પણ અમારે તો એ અજ્ઞાત અગોચરમાં ડૂબકી મારવી છે.’ બૉદલેરે ડૂબકી મારી. પરિણામ શું આવ્યું? ઉન્માદ અને અપમૃત્યુ. પ્રેમને એ ઝંખ્યો. એ પ્રેમને ચરણે એની કવિતાનું એણે નિવેદન કર્યું. પણ એને તો મળ્યો કારાવાસ. વિષપાન એણે કર્યું ને એ વિષવલ્લીનાં જે પુષ્પો તે આપણને ધરી ગયો.

Navigation menu