19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''કાર્ડિયોગ્રામમાં ડાઘા'''}} ---- {{Poem2Open}} માણસ જીવનભર ગાંઠ વાળતો રહે છે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|કાર્ડિયોગ્રામમાં ડાઘા | ગુણવંત શાહ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માણસ જીવનભર ગાંઠ વાળતો રહે છે અને છોડતો રહે છે. ગાંઠ છોડવા કરતાં વાળવાનું પ્રમાણ વધારે રહે છે. જીવન દરમિયાન એટલી બધી ગાંઠ વળ્યા કરે છે કે જાણે આપણું અસ્તિત્વ જ ગંઠાઈ જાય છે. કેટલીક ગાંઠ છૂટે તેવી હોય છે. કેટલીક ગાંઠ એવી હોય છે કે જે તૂટે પણ છૂટે નહિ. ગંઠાયેલું નહિ એવું નરવું વ્યક્તિત્વ દીવો લઈને શોધવા જવાનું મન થાય. એક વિચારકે મજાની વાત કરી છે: શત્રુ સાથે વ્યવહાર કરતી વખતે એવો ખ્યાલ રાખવો કે એ ક્યારેક મિત્ર પણ થાય. મિત્ર સાથે વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવું કે એ ક્યારેક શત્રુ પણ થાય. પહેલા વાક્યમાં બ્રાહ્મણવૃત્તિ છે જ્યારે બીજામાં વાણિયાની વ્યવહારદૃષ્ટિ છે. | માણસ જીવનભર ગાંઠ વાળતો રહે છે અને છોડતો રહે છે. ગાંઠ છોડવા કરતાં વાળવાનું પ્રમાણ વધારે રહે છે. જીવન દરમિયાન એટલી બધી ગાંઠ વળ્યા કરે છે કે જાણે આપણું અસ્તિત્વ જ ગંઠાઈ જાય છે. કેટલીક ગાંઠ છૂટે તેવી હોય છે. કેટલીક ગાંઠ એવી હોય છે કે જે તૂટે પણ છૂટે નહિ. ગંઠાયેલું નહિ એવું નરવું વ્યક્તિત્વ દીવો લઈને શોધવા જવાનું મન થાય. એક વિચારકે મજાની વાત કરી છે: શત્રુ સાથે વ્યવહાર કરતી વખતે એવો ખ્યાલ રાખવો કે એ ક્યારેક મિત્ર પણ થાય. મિત્ર સાથે વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવું કે એ ક્યારેક શત્રુ પણ થાય. પહેલા વાક્યમાં બ્રાહ્મણવૃત્તિ છે જ્યારે બીજામાં વાણિયાની વ્યવહારદૃષ્ટિ છે. | ||
| Line 24: | Line 24: | ||
આપણું મન વિમાનમાંથી કૂદી પડવાની છત્રી (પૅરેશૂટ) જેવું છે. એ ઉઘાડું હોય તો જ કામ આપે. ગાંઠનું પગેરું માણસના અહં સુધી પહોંચતું હોય છે. મગરના મોં સાથે ગજરાજના પગની ગાંઠ વળી ગયેલી. ચાર પ્રહર યુદ્ધ થયું ગાંઠને કારણે. ગજરાજનો અહં છૂટ્યો ત્યારે ‘गजेन्द्रमोक्ष’ થયો. બંધન અને મોક્ષ એ મનનો ખેલ છે. બંને જીવનના દોન ધ્રુવ છે. મુક્તિ માટે નવી નવી ગાંઠો ન વાળવાની અને વળી ગયેલી ગાંઠો છોડવાની યુક્તિ આવડવી જોઈએ. કેળના પાન પરથી ખરી પડેલા ઝાકળબિંદુનો આ સંદેશ છે. | આપણું મન વિમાનમાંથી કૂદી પડવાની છત્રી (પૅરેશૂટ) જેવું છે. એ ઉઘાડું હોય તો જ કામ આપે. ગાંઠનું પગેરું માણસના અહં સુધી પહોંચતું હોય છે. મગરના મોં સાથે ગજરાજના પગની ગાંઠ વળી ગયેલી. ચાર પ્રહર યુદ્ધ થયું ગાંઠને કારણે. ગજરાજનો અહં છૂટ્યો ત્યારે ‘गजेन्द्रमोक्ष’ થયો. બંધન અને મોક્ષ એ મનનો ખેલ છે. બંને જીવનના દોન ધ્રુવ છે. મુક્તિ માટે નવી નવી ગાંઠો ન વાળવાની અને વળી ગયેલી ગાંઠો છોડવાની યુક્તિ આવડવી જોઈએ. કેળના પાન પરથી ખરી પડેલા ઝાકળબિંદુનો આ સંદેશ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/ઝાકળભીનાં પારીજાત|ઝાકળભીનાં પારીજાત]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ગુણવંત શાહ/વૃક્ષમંદિરની છાયામાં|વૃક્ષમંદિરની છાયામાં]] | |||
}} | |||
edits