19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ભયભરચક ત્રણ કોતર'''}} ---- {{Poem2Open}} અમારા ગોઠ ગામના બ્રાહ્મણોનો બધો વટ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ભયભરચક ત્રણ કોતર | જયંત પાઠક}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમારા ગોઠ ગામના બ્રાહ્મણોનો બધો વટવહેવાર કાલોલ સાથે. કાલોલ મોટું ગામ, કસ્બો, ન્યાતનું ગામ એટલે સગાંવહાલાં પણ એમાં રહે; વેપારનું ધામ ને એમાં અંગ્રેજી નિશાળ પણ ખરી — ધી યૂબૅન્ક એ. વી. સ્કૂલ. ગોઠ ને કાલોલ વચ્ચેનું અંતર આમ તો દસ ગાઉનું ગણાય, પણ આ ગાઉ એટલે ‘આંધળા ગાઉ’. એની માપણી-મોજણીની કોઈ નોંધ મળે નહીં; બે ગાઉ ઓછાય હોય ને વત્તાય હોય. ઝટપટ ચાલતા માણસને આ અંતર કાપતાં ત્રણેક કલાક લાગે, જ્યારે ગાડું કે ઘોડું તો ખાસ્સા છ-સાત કલાક લે. ચીલાના દડમાં બળદ ધીમા ચાલે ને ‘ઘોડું’ એટલે તો માણસથી ધીમી ચાલનું પ્રાણી; અટકે તો એડી મારો કે ચાબુક ફટકારો, લગામ ખેંચો કે બુચકારા બોલાવો, ચાલે એ બીજા. ગોઠમાં ચાર ચોપડીઓ ભણીને હું કાલોલની અંગ્રેજી નિશાળે બેઠો. નિશાળમાં રજાઓ પડે ત્યારે વચનમાં ગામ જવા માટે ક્યારેક આવું ઘોડું લેવા આવે કે પછી ગાડું. કોઈ વાહનજોહન ના મળે તો વળી દસ ગાઉનો એ પલ્લો પગેય કાપી નાખીએ. | અમારા ગોઠ ગામના બ્રાહ્મણોનો બધો વટવહેવાર કાલોલ સાથે. કાલોલ મોટું ગામ, કસ્બો, ન્યાતનું ગામ એટલે સગાંવહાલાં પણ એમાં રહે; વેપારનું ધામ ને એમાં અંગ્રેજી નિશાળ પણ ખરી — ધી યૂબૅન્ક એ. વી. સ્કૂલ. ગોઠ ને કાલોલ વચ્ચેનું અંતર આમ તો દસ ગાઉનું ગણાય, પણ આ ગાઉ એટલે ‘આંધળા ગાઉ’. એની માપણી-મોજણીની કોઈ નોંધ મળે નહીં; બે ગાઉ ઓછાય હોય ને વત્તાય હોય. ઝટપટ ચાલતા માણસને આ અંતર કાપતાં ત્રણેક કલાક લાગે, જ્યારે ગાડું કે ઘોડું તો ખાસ્સા છ-સાત કલાક લે. ચીલાના દડમાં બળદ ધીમા ચાલે ને ‘ઘોડું’ એટલે તો માણસથી ધીમી ચાલનું પ્રાણી; અટકે તો એડી મારો કે ચાબુક ફટકારો, લગામ ખેંચો કે બુચકારા બોલાવો, ચાલે એ બીજા. ગોઠમાં ચાર ચોપડીઓ ભણીને હું કાલોલની અંગ્રેજી નિશાળે બેઠો. નિશાળમાં રજાઓ પડે ત્યારે વચનમાં ગામ જવા માટે ક્યારેક આવું ઘોડું લેવા આવે કે પછી ગાડું. કોઈ વાહનજોહન ના મળે તો વળી દસ ગાઉનો એ પલ્લો પગેય કાપી નાખીએ. | ||
| Line 14: | Line 14: | ||
એ અલવાની કોતેડી, એ નરખોડ ને અંધારી આજે તો શોધ્યાં જડે એવાં નથી રહ્યાં. ભરઉનાળે જ્યાં પાણી ખૂટતાં નહોતાં ત્યાં હવે કાંકરાય દેખાતા નથી. એ ધૂળિયો ગાડાચીલો ગયો ને એ નદીનાળાં પણ. કાલોલથી ગોઠ સુધી હવે સડક થઈ છે; સડકની બે બાજુ ખેતર; વચ્ચે વચ્ચે ગરનાળાં આવે. અતીતની દુનિયાને શોધતી આંખો ઝીણી થાય ને પેલાં કોતર જોવા મથે. રેત-કાંકરાથી આછી આછી અંકાતી પટરેખાઓ જોઈએ ને આ અલવા કોતેડી, આ નરખોડ, આ જ અંધારી એમ અનુમાન કરીએ, મનને મનાવીએ. જાણીએ છીએ કે હવે એ કાંઠા નથી, એ જળ નથી ને એ ભય પણ નથી; છે તો એ બધું મનમાં જ છે. પાછે પગલે કાળમાં ચાલી શકાતું હોય તો એ કોતરો એવાં ને એવાં જડે ખરાં, પણ સમયનો રસ્તો એકમાર્ગી છે; જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને જ બેઠું હોય છે, છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું. વળી સ્મરણથી મરણને થોડી વાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવો નથી. | એ અલવાની કોતેડી, એ નરખોડ ને અંધારી આજે તો શોધ્યાં જડે એવાં નથી રહ્યાં. ભરઉનાળે જ્યાં પાણી ખૂટતાં નહોતાં ત્યાં હવે કાંકરાય દેખાતા નથી. એ ધૂળિયો ગાડાચીલો ગયો ને એ નદીનાળાં પણ. કાલોલથી ગોઠ સુધી હવે સડક થઈ છે; સડકની બે બાજુ ખેતર; વચ્ચે વચ્ચે ગરનાળાં આવે. અતીતની દુનિયાને શોધતી આંખો ઝીણી થાય ને પેલાં કોતર જોવા મથે. રેત-કાંકરાથી આછી આછી અંકાતી પટરેખાઓ જોઈએ ને આ અલવા કોતેડી, આ નરખોડ, આ જ અંધારી એમ અનુમાન કરીએ, મનને મનાવીએ. જાણીએ છીએ કે હવે એ કાંઠા નથી, એ જળ નથી ને એ ભય પણ નથી; છે તો એ બધું મનમાં જ છે. પાછે પગલે કાળમાં ચાલી શકાતું હોય તો એ કોતરો એવાં ને એવાં જડે ખરાં, પણ સમયનો રસ્તો એકમાર્ગી છે; જે રસ્તેથી આવ્યા તે રસ્તે પાછા જવાતું નથી. હવે તો આપણે છીએ ત્યાં સુધી એ બધું સ્મરણપ્રદેશમાં છે ને મરણ સ્મરણના વિલયની રાહ જોઈને જ બેઠું હોય છે, છતાં માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું. વળી સ્મરણથી મરણને થોડી વાર પણ હંફાવ્યાનો આનંદ જેવોતેવો નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/જયંત પાઠક/તનમાં નહિ, વતનમાં|તનમાં નહિ, વતનમાં]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/રઘુવીર ચૌધરી/પન્નાલાલ|પન્નાલાલ]] | |||
}} | |||
edits