ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/કેટકેટલા ઈશ્વરો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''કેટકેટલા ઈશ્વરો'''}} ---- {{Poem2Open}} ઘર્ષણ વગરનો કાળ, યુદ્ધ વગરનું વિશ્વ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{Center|'''કેટકેટલા ઈશ્વરો'''}}
{{SetTitle}}
----
{{Heading|કેટકેટલા ઈશ્વરો | પ્રીતિ સેનગુપ્તા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘર્ષણ વગરનો કાળ, યુદ્ધ વગરનું વિશ્વ — ઓહો, શું આવાં કલ્પન પણ આપણે કરી શકીએ છીએ? બહુ-સહસ્ર વર્ષો પહેલાંનું જીવન પણ ક્યાં શાંત, સંયત ને નિર્દોષ હતું. જગતનો ઇતિહાસ આરંભથી જ સંઘર્ષયુક્ત અને લોહિયાળ રહ્યો છે.

Line 44: Line 44:
કેટકેટલા સંપ્રદાયો, દરેકનો પોતાની ધર્મ-સરણી માટેનો આગ્રહ. એમાંથી નિપજતી જીદ કે પોષાતું અંધ-ઝનૂન ને પછી ઝઘડા કે કત્લેઆમ. એ દરેક ‘ઈશ્વર એક છે’ને બદલે ‘એક જ ઈશ્વર છે — અમે જેમાં માનીએ છીએ તે’ — એમ કહેવા માંડે છે. જો એ દરેકનો પોતાનો આગવો ઈશ્વર હોય — તો એ શક્ય છે (છે?) કે બધા ઈશ્વરો વચ્ચે પણ વિખવાદ થવા માંડ્યા હોય. શું તેથી જ નહીં હોય જગતમાં અસ્તવ્યસ્તતા? અંધાધૂંધી? જેનો અંત કે ઉપાય ના દેખાતો હોય તેવી મુશ્કેલીઓ? અનવરત ઘર્ષણ?

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/આજના અમેરિકાનો સમાજ|આજના અમેરિકાનો સમાજ]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/ગુલામ મોહમ્મદ શેખ/ઘેર જતાં|ઘેર જતાં]]
}}
18,450

edits

Navigation menu