19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} મહેસાણા સોસાયટીમાં પ્રવેશો કે હારબંધ ટેનામેન્ટ્સ દેખાય. દરે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by 2 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|બૂફે | બિપિન પટેલ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મહેસાણા સોસાયટીમાં પ્રવેશો કે હારબંધ ટેનામેન્ટ્સ દેખાય. દરેક ટેનામેન્ટ પર એકસરખો ઘાટો પીળો રંગ. ઇંચ ઇંચ જગ્યા બોટી લેવી હોય તેમ વરંડો જાળીથી પુરાયેલો. અંદર ઓટલો – ઓટલો સારો એવો પહોળો. બેસાય પણ ખરું અને લાંબા થઈ સુવાય પણ. ટેનામેન્ટની દીવાલો ફરતે પાછો દોઢ-બે ફૂટનો સળંગ ઓટલો. પાયામાં પાણી ન જાય. ઓટલાનો ખર્ચ ન પોસાય તેવાં મકાનોની આસપાસ, જ્યાં હોય ત્યાંથી ખોદી લાવેલી માટી દાબી દીધી છે. જાળીવાળાં મકાનોમાં દીવાલે ખાટલા ઊભા કર્યા હોય. જાળી વગરનાં મકાનોમાં બહારની દીવાલને અડકાડીને ખાટલા ગોઠવાયા છે. મોટા ભાગના ખાટલા વાણથી ભરેલા અને જેનું ઘર કડેધડે હોય તેમણે પાટી ભરાવી છે. બે ટેનામેન્ટ વચ્ચેના રસ્તા પર ક્યાંકથી વધેલો સિમેન્ટ થપથપાવ્યો હોય, ક્યાંક માટી દબાવી હોય તો ક્યાંક વરસાદનું પાણી ન ભરાય માટે રસ્તા વચોવચ લીટા જેવી નીક કાઢી હોય. | મહેસાણા સોસાયટીમાં પ્રવેશો કે હારબંધ ટેનામેન્ટ્સ દેખાય. દરેક ટેનામેન્ટ પર એકસરખો ઘાટો પીળો રંગ. ઇંચ ઇંચ જગ્યા બોટી લેવી હોય તેમ વરંડો જાળીથી પુરાયેલો. અંદર ઓટલો – ઓટલો સારો એવો પહોળો. બેસાય પણ ખરું અને લાંબા થઈ સુવાય પણ. ટેનામેન્ટની દીવાલો ફરતે પાછો દોઢ-બે ફૂટનો સળંગ ઓટલો. પાયામાં પાણી ન જાય. ઓટલાનો ખર્ચ ન પોસાય તેવાં મકાનોની આસપાસ, જ્યાં હોય ત્યાંથી ખોદી લાવેલી માટી દાબી દીધી છે. જાળીવાળાં મકાનોમાં દીવાલે ખાટલા ઊભા કર્યા હોય. જાળી વગરનાં મકાનોમાં બહારની દીવાલને અડકાડીને ખાટલા ગોઠવાયા છે. મોટા ભાગના ખાટલા વાણથી ભરેલા અને જેનું ઘર કડેધડે હોય તેમણે પાટી ભરાવી છે. બે ટેનામેન્ટ વચ્ચેના રસ્તા પર ક્યાંકથી વધેલો સિમેન્ટ થપથપાવ્યો હોય, ક્યાંક માટી દબાવી હોય તો ક્યાંક વરસાદનું પાણી ન ભરાય માટે રસ્તા વચોવચ લીટા જેવી નીક કાઢી હોય. | ||
| Line 102: | Line 104: | ||
મારું દિયોર, કટમી જોડે બેશીન્ જમીએ તો પરસંગ શોભ, ચંદુભાઈએ કહ્યું ને વાત કરતો લાલો ઊછળ્યો: સરસ વીડિયો ઊતરી હોં મગનબાપા! કહેતાં કૅમેરો બાજુએ મૂકી ડિશ લઈ નીચે બેસી ગયો. | મારું દિયોર, કટમી જોડે બેશીન્ જમીએ તો પરસંગ શોભ, ચંદુભાઈએ કહ્યું ને વાત કરતો લાલો ઊછળ્યો: સરસ વીડિયો ઊતરી હોં મગનબાપા! કહેતાં કૅમેરો બાજુએ મૂકી ડિશ લઈ નીચે બેસી ગયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિપિન પટેલ/વાંસનાં ફૂલ|વાંસનાં ફૂલ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિપિન પટેલ/કરિયાવર|કરિયાવર]] | |||
}} | |||
edits