સ્વર્ગની નીચે મનુષ્ય/લેખક અને અનુવાદક પરિચય: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 8: | Line 8: | ||
[[File:Sunil Gangopadhyay 2010.jpg|frameless|center]] | [[File:Sunil Gangopadhyay 2010.jpg|frameless|center]] | ||
<center>{{Color|Red|સુનીલ ગંગોપાધ્યાય (જ. ૭-૯-૧૯૩૪ – અવ. ૨૩- | <center>{{Color|Red|સુનીલ ગંગોપાધ્યાય (જ. ૭-૯-૧૯૩૪ – અવ. ૨૩-૧૦–૨૦૧૨)}}</center> | ||
સુનીલ ગંગોપાધ્યાય (જ. ૭-૯-૧૯૩૪ – અવ. ૨૩-૧–૨૦૧૨) બંગાળી સાહિત્યના યશસ્વી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસ-લેખક, અનુવાદક. કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી સાહિત્યમાં એમ.એ. થયેલા. પ્રારંભિક કારકિર્દીમાં એમણે ‘કૃત્તિવાસ’ નામનું કવિતાનું સામયિક સંપાદિત કરેલું. | સુનીલ ગંગોપાધ્યાય (જ. ૭-૯-૧૯૩૪ – અવ. ૨૩-૧–૨૦૧૨) બંગાળી સાહિત્યના યશસ્વી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસ-લેખક, અનુવાદક. કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી સાહિત્યમાં એમ.એ. થયેલા. પ્રારંભિક કારકિર્દીમાં એમણે ‘કૃત્તિવાસ’ નામનું કવિતાનું સામયિક સંપાદિત કરેલું. |
Revision as of 12:45, 28 September 2021
સુનીલ ગંગોપાધ્યાય (જ. ૭-૯-૧૯૩૪ – અવ. ૨૩-૧–૨૦૧૨) બંગાળી સાહિત્યના યશસ્વી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, પ્રવાસ-લેખક, અનુવાદક. કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી સાહિત્યમાં એમ.એ. થયેલા. પ્રારંભિક કારકિર્દીમાં એમણે ‘કૃત્તિવાસ’ નામનું કવિતાનું સામયિક સંપાદિત કરેલું.
બંગાળીના એ આધુનિક ધારાના તેમ જ લોકપ્રિય લેખક રહ્યા. પોતાને મુખ્યત્વે કવિ તરીકે ઓળખાવનાર આ સર્જકે ‘ભોર બેલાર ઉપહાર’ સહિત ૭ કાવ્યપુસ્તકો, ‘ પ્રથમ આલો’ વગેરે ૩૫ જેટલી નવલકથાઓનું સર્જન કર્યું. બાળકો-કિશોરો માટેની નવલશ્રેણી ‘કાકાબાબુ’ અંતર્ગત ૩૫ કૃતિઓ લખી. એ ઉપરાંત વાર્તા,આત્મકથા, પ્રવાસ, ઇતિહાસ, અનુવાદ એમ અનેક સ્વરૂપોમાં એમની લેખિની વિહરતી રહી. ને એમ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં.
‘સેઇ સમય’ નવલકથા માટે એમને ૧૯૮૫ના વર્ષનો સાહિત્ય અકાદેમી-પુરસ્કાર મળેલો. એ ઉપરાંત બંગાળી સાહિત્યનો ‘આનંદ પુરસ્કાર’(૧૯૭૨) તેમજ પ્રતિષ્ઠિત ‘સરસ્વતી સમ્માન’(૨૦૦૪) મળેલાં.
એમની ખ્યાત નવલકથાઓ ‘પ્રતિદ્વંદ્વી’ અને ‘અરણ્યેર દિનરાત’ પરથી સત્યજિત રાયે ઉત્તમ ફિલ્મો બનાવેલી, જેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. એમની ‘કાકાબાબુ’ શ્રેણીની કથાઓ પરથી તેમજ એમની કેટલીક વાર્તાઓ પરથી પણ ફિલ્મો બનેલી.
૨૦૦૮માં (૨૦૧૨ સુધી) એ સાહિત્ય અકાદેમીના પ્રમુખપદે નિયુક્ત થયેલા.
— રમણ સોની
સાહિત્ય પરિષદના સામયિક ‘પરબ’નું ઘણાં વર્ષ સંપાદન કર્યું. અગ્રણી સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા.
ભોળાભાઈ પટેલ એટલે તાજગીભર્યું સાતત્ય – પ્રવાસમાં, અભ્યાસમાં, લેખનમાં અખૂટ રસવાળો વિહાર.
— રમણ સોની