ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઘ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ઘ | }} {{Poem2Open}} ઘેમર : [               ]: ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા....")
(No difference)

Revision as of 18:37, 1 October 2021

ઘેમર : [               ]: ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા. કૃતિ : પરમાનંદ પ્રકાશ પદમાલા, પ્ર. રજનીકાન્ત જે. પટેલ, સં. ૨૦૩૦ (ત્રીજી આ.). [કી.જો.]

ઘેમલસી : જુઓ ગેમલ.

ઘેલાભાઈ-૧ [ ] : ૭ કડવાંનો ‘સુરતીબાઈનો વિવાહ’, ૭ પદનો ‘પિતા-પુત્રનો સંવાદ’, ૮ પદનો ‘રાધાકૃષ્ણવિનોદ’, સવૈયાની ૪૦ કડીની ‘દાણલીલા’, ‘ઈશ્વરસ્તુતિનાં મોતીદામ છંદ’, ‘શિખામણનો મોતીદામ છંદ’ તથા અન્ય કેટલાંક ધોળ-પદોના કર્તા. સંદર્ભ : ૧ પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬ - ‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ;  ૩. ગૂહાયાદી. [કા.શા.]

ઘેલાભાઈ(શેઠ)-૨ [ ] : જૈન શ્રાવક. ૫ ઢાળની ‘પાંચસુમતિની સઝાયો’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સઝાયમાલા, પ્ર. વિદ્યાશાલા, સં. ૧૯૨૧. [કી.જો.]