રવીન્દ્રપર્વ/૨૬. સ્મૃતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. સ્મૃતિ| }} <poem> આ જ હોડીમાં એ બેઠી હતી મારી સાથે, કણ્ઠ એનો પૂ...") |
(No difference)
|
Latest revision as of 08:50, 2 October 2021
૨૬. સ્મૃતિ
આ જ હોડીમાં એ બેઠી હતી મારી સાથે,
કણ્ઠ એનો પૂર્ણ હતો સુધાગીતિસ્વરે;
નયનદ્વયપે હતી ઘન પક્ષ્મછાય;
સજલ મેઘની જેમ કરુણાએ આર્દ્ર.
કોમલ હૃદય એનું ઉદ્વેલિત સુખે,
ઉચ્છ્વસી ઊઠતું હાસ્ય સરલ કૌતુકે.
પાસે બેસીબોલ્યે જતી કલકણ્ઠ કથા —
કેટલીય વાત નવી, ને આ શી આકુલતા!
પ્રત્યૂષે આનન્દભર્યું હસી મધુ હાસ્ય
પ્રભાતનાં પંખી જેમ જગાડતી નિત્ય
સ્નેહનું દૌરાત્મ્ય એનું નિર્ઝર સમાન
વિચિત્ર લીલાએ મને ઘેરતું સદાય,
આજે એ અનન્ત વિશ્વે હશે ક્યાંય દૂરે
એ જ વિચારું છું બેસી અશ્રુપૂર્ણ આંખે.
(ચૈતાલિ)
વાણી : આષાઢ-શ્રાવણ ૨૦૦૪