રવીન્દ્રપર્વ/૧૧૭. કેન નયન આપનિ ભેસે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧૭. કેન નયન આપનિ ભેસે| }} {{Poem2Open}} બધી સૂકી ધૂળને મેં આંખનાં આં...") |
(No difference)
|
Revision as of 06:42, 5 October 2021
૧૧૭. કેન નયન આપનિ ભેસે
બધી સૂકી ધૂળને મેં આંખનાં આંસુથી ભીંજવી કેમ ન દીધી? વણતેડ્યો તું આવી ચઢશે તે કોણ જાણતું હતું? તું રણ પાર કરીને આવ્યો છે, ત્યાં તો છાયા આપનાર વૃક્ષ સુધ્ધાં નથી — હું એવી અભાગી કે મેં તને આવો માર્ગ કાપવાનું દુ:ખ દીધું! હું તો મારા ઘરની છાયામાં આળસમાં બેસી રહી હતી, ડગલે ડગલે તારે કેટલી વ્યથા ભોગવવી પડશે તે મેં જાણ્યું નહીં! એ વેદના મારા હૃદયમાં ગુપ્ત દુ:ખ રૂપે રણકી ઊઠી હતી — એણે મારા મર્મ ઉપર ઊંડો હૃદયનો ઘા આંકી દીધો છે. (ગીત-પંચશતી)