અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જુગતરામ દવે/અંતરપટ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(નિજાનંદે, સંપા. કીકુભાઈ ર. દેસાઈ, ૧૯૮૮, પૃ. ૫)}}
{{Right|(નિજાનંદે, સંપા. કીકુભાઈ ર. દેસાઈ, ૧૯૮૮, પૃ. ૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ત્રિભુવન ગૌ. વ્યાસ/ગીરનાં જગંલ | ગીરનાં જગંલ]]  | ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ,]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કેશવ હ. શેઠ/હૈયાસૂનાં  | હૈયાસૂનાં ]]  | નિર્જન વનવગડે અલી વાદળી ! જળ શાં... ]]
}}

Latest revision as of 07:53, 20 October 2021

અંતરપટ

જુગતરામ દવે

અંતરપટ આ અદીઠ! અરેરે!
આડું અંતરપટ આ અદીઠ!

અહીં મેં માંડી, તહીં તેં માંડી,
         આંખની આતુર મીટ;
પળ ઊપડી પટ તુરત બિડાયું,
         વા વાયો વિપરીત.
                  અરેરે!

તું મારાં હું તારાં ઝીલું
         વિરહે વ્યાકુળ ગીત;
રાગ સુણ્યો પણ રંગ ન રેલ્યો,
         વસમું એ સંગીત.
                   અરેરે!

આ પા ઊછળે, તે પા ઊછળે,
         હૃદયો ભરી ભરી પ્રીત;
આકર્ષણ, પણ સ્પર્શ નહીં ક્ષણ,
         ચેન પડે નહિ ચિત્ત.
                  અરેરે!

ખીણ કે ખાડી, નદી નથી આડી,
         વંડી, વાડ કે ભીંત;
હાથ ચડે નહીં, તોય નડે
         આ ઝાકળઝીણું ચીર.
                  અરેરે!

(નિજાનંદે, સંપા. કીકુભાઈ ર. દેસાઈ, ૧૯૮૮, પૃ. ૫)