અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/ભગ્ન સ્વપ્નની નાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(સકલ કવિતા, પૃ. ૧૦)}} | {{Right|(સકલ કવિતા, પૃ. ૧૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/હાલો હાલો, માનવીઓ! મેળે | હાલો હાલો, માનવીઓ! મેળે]] | હાલો હાલો, માનવીઓ! મેળે....]] | |||
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/સૂની વિજનતા | સૂની વિજનતા ]] | રડે વિજન સૂની શાંતિ અહીં તો, અને ગામ આ... ]] | |||
}} |
Latest revision as of 10:18, 20 October 2021
ભગ્ન સ્વપ્નની નાવ
સ્નેહરશ્મિ
મારી નાવ કરે કો પાર?
કાળાં ભમ્મર જેવાં પાણી,
જુગ જુગ સંચિત રે! અંધાર;
સૂર્યચંદ્ર નહિ, નહિ નભજ્યોતિ,
રાતદિવસ નહિ સાંજસવાર!
મારી નાવ કરે કો પાર?
ભાવિના નહિ પ્રેરક વાયુ,
ભૂત તણો દાબે ઓથાર;
અધડૂબી દીવાદાંડી પર
ખાતી આશા મોતપછાડ!
મારી નાવ કરે કો પાર?
નથી હીરા, નથી માણેક, મોતી,
કનક તણો નથી એમાં ભાર;
ભગ્ન સ્વપ્નના ખંડિત ટુકડા
તારી કોણ ઉતારે પાર?
મારી નાવ કરે કો પાર?
(સકલ કવિતા, પૃ. ૧૦)