અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સ્નેહરશ્મિ'/પળ સફરની: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(સકલ કવિતા, પૃ. ૩૭૫)}} | {{Right|(સકલ કવિતા, પૃ. ૩૭૫)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = કોણ રોકે! | |||
|next = હાઇકુ | |||
}} |
Latest revision as of 10:21, 20 October 2021
પળ સફરની
સ્નેહરશ્મિ
હવે આવી પહોંચી પળ સફરની : સાથ ન કશો,
હતું જે કૈં પાસે વીસરી બધું તે છોડી સઘળું
જવાનું ક્યાં તેયે સ્મરણપટમાં આંકી જરી ના,
બધા સંબંધોથી વિમુખ બનવું : સદ્ય પળવું.
હવે ભૂકંપો કે મનુજસરજી ભીષણ વ્યથા
વિસારીને એવું ઘણુંક ઘણું ને ભાવિ ઘટના
અજાણ્યા તારાનાં અદીઠ કિરણો જેવી અકળ
તમા ના તેનીયે કશીય કરવી : વિસ્મૃત થવું.
હવે આવી પહોંચી પળ અગમ તે : શબ્દ વિરમ્યા,
શમ્યા આવેગો સૌ : વિરહ નિજ નીડે ઠરી ગયાં,
ન કો ચિહ્નો ક્યાંયે : પથ ન નજરે કોઈ પડતા,
સરે દૂર દૂરે પરિચિત પુરાણી સ્મૃતિ બધી,
અજાણી આવે કો લહર કહીંથી વીંટી વળતી
ન જાણું ક્યાં દોરે સ્થળસમયસીમારહિતમાં!
(સકલ કવિતા, પૃ. ૩૭૫)