અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/શિખરું ઊંચાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
MeghaBhavsar (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 23: Line 23:
{{Right|(કાવ્યસુષમા, ૧૯૫૯, સંપા. અનંતરાય રાવળ અને બીજા, પૃ. ૧૨૯)}}
{{Right|(કાવ્યસુષમા, ૧૯૫૯, સંપા. અનંતરાય રાવળ અને બીજા, પૃ. ૧૨૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/વિષણ્ણ વય વૃદ્ધ! | વિષણ્ણ વય વૃદ્ધ!]]  | વિષણ્ણ વય વૃદ્ધ! આયુભરનાં બધાં સાથી ને ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુન્દરમ્/બુદ્ધનાં ચક્ષુ | બુદ્ધનાં ચક્ષુ]]  | ભલે ઊગ્યાં વિશ્વે નયન નમણાં એ પ્રભુ તણાં,  ]]
}}

Latest revision as of 10:50, 20 October 2021


શિખરું ઊંચાં

મનસુખલાલ ઝવેરી

શિખરું ઊંચાં ને મારગ આકરા.
         નહિ કોઈ સાથ કે સંગાથ,
         નહિ ત્યાં કેડી કે નહિ વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.

લિયે એ મારગ નર કોઈ બંકડા,
         છોડી આળ ને પંપાળ,
         રાખી રામૈયો રખવાળ,
કાચી રે છાતીનાં બેસે તાકતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.

ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
         જેને આતમનો સંગાથ,
         એનો ઝાલે હરિવર હાથ
પંડને ખુએ તે પ્રીતમ પામતાં.
શિખરું ઊંચાં ને મારગ આકરા.

(કાવ્યસુષમા, ૧૯૫૯, સંપા. અનંતરાય રાવળ અને બીજા, પૃ. ૧૨૯)