સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મરીઝ’/ન દે…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે!…...")
 
(No difference)

Latest revision as of 11:39, 5 June 2021

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે!…
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે!