અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/એક બાળકીને સ્મશાન લઈ જતાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 30: Line 30:
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-બાળકીને-સ્મશાન-લઈ-જતાં/ આસ્વાદ: ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી]
[https://ekatra.pressbooks.pub/kavyasvado/chapter/એક-બાળકીને-સ્મશાન-લઈ-જતાં/ આસ્વાદ: ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી]
<br>
<br>
{{HeaderNav2
|previous = બળતાં પાણી
|next = નિશીથ
}}

Latest revision as of 12:42, 20 October 2021


એક બાળકીને સ્મશાન લઈ જતાં

ઉમાશંકર જોશી

તને નાનીશીને કશું રડવું ને શું કકળવું?
છતાં સૌયે રોયાં! રડી જ વડમા લોકશરમે,
હસી જોકે હૈયે નિજ ઘર થકી કાશ ટળતાં.

બિચારી બાનાં બે ગુપત ચખબિંદુય વચમાં
ખર્યાં, સ્પર્શ્યાં તુંને નહિ. યમ સમા ડાઘુજન તે
નિચોવે શા કાજે નયન અમથાં અન્ય ઘર? ને
વિચાર્યું હું જેવે, મરણ કૂણું તે શીદ રડવું?
—છતાં સૌયે રોયાં રૂઢિસર, દઈ હાથ લમણે.

ખભે લૈને ચાલ્યા, જરી જઈ, વળાંકે વળી ગયા,
તહીં ઓટે તારી સરખી વયની ગોઠણ દીઠી.
રહી'તી તાકી એ, શિર પર ચઢીને અવરને
સૂઈ ર્‌હેવાની આ રમત તુજ દેખી અવનવી,
અને પોતે ઊંચા કર કરી મથી ક્યાંક ચઢવા;
—અમે આગે ચાલ્યા—રમત પરખી જૈ જ કપરી,
ગળા પૂંઠે નાખી કર, પગ પછાડી, સ્વર ઊંચે
ગઈ મંડી રોવા. તુજ મરણથી ખોટ વસમી
અકેલીએ આખા જગત મહીં એણે જ વરતી.
અને રોવું ન્હોતું પણ મુજથી રોવાઈ જ ગયું!

બામણા, ડિસેમ્બર ૧૯૩૩


આસ્વાદ: ડૂમા અને ડૂસકાંભરી સ્થિતિની વચ્ચે વિસ્તરતી કવિતા — પ્રબોધ ર. જોશી