અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/હવા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આવે છે હવા {{space}}મુક્ત હવા, મસ્ત હવા, {{space}}મનને મારા ક્યાં રે લઈ જવા? —...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|હવા|પ્રહલાદ પારેખ}}
<poem>
<poem>
આવે છે હવા
આવે છે હવા
Line 18: Line 21:
{{Right|(સરવાણી, ૧૯૪૮, પૃ. ૨૦)}}
{{Right|(સરવાણી, ૧૯૪૮, પૃ. ૨૦)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રહલાદ પારેખ/વિદાય | વિદાય]]  | કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે'  ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/આંધળી માનો કાગળ | આંધળી માનો કાગળ]]  | અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત, ]]
}}

Latest revision as of 06:52, 21 October 2021


હવા

પ્રહલાદ પારેખ

આવે છે હવા
         મુક્ત હવા, મસ્ત હવા,
         મનને મારા ક્યાં રે લઈ જવા? — આવે છે.

વાદળ કેરું ધણ હલાવી,
હેલે સાયર નીર ચડાવી,
વાંસવને કૈં સૂર બજાવી,
ફૂલ હીંચાવી આવતી,
આવતી પ્રેરતી મારા પાયને નાચવા. — આવે છે.

ચાલ, કહે એ, મનવા, ચાલ,
છોડી દઈ સહુ બંધ-જાળ
         એક તારેથી તારલે બીજે
         આભમાં દેવા ફાળ!
         શિખરે શિખરે સાગરની રે આવ ને ઘૂમવા! — આવે છે.

(સરવાણી, ૧૯૪૮, પૃ. ૨૦)