અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/સ્વપ્નનગરની શેરીમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(પલ્લવી, ૧૯૫૩, પૃ. ૩૮)}}
{{Right|(પલ્લવી, ૧૯૫૩, પૃ. ૩૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇન્દુલાલ ગાંધી/મધરાતે સાંભળ્યો મોર | મધરાતે સાંભળ્યો મોર]]  | મધરાતે સાંભળ્યો મોર આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર. ]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પન્નાલાલ પટેલ/દરિયાવ, દાબી દે  | દરિયાવ, દાબી દે ]]  | દરિયાવ, દાબી દે અણિયાળી આંખો,  ]]
}}

Latest revision as of 06:55, 21 October 2021


સ્વપ્નનગરની શેરીમાં

ઇન્દુલાલ ગાંધી

         મારા સ્વપ્નનગરની શેરીમાં
         એક રાધા રમવા આવી ’તી
ના ગીત હતું, નહોતી બંસી, તોય ઘર ઘર ભમવા આવી ’તી.
         મારા સ્વપ્નનગરની શેરીમાં
         એક રાધા રમવા આવી ’તી.
         હજી જ્યાં એનાં ઝાંઝર ઠમક્યાં
         ત્યાં તારક દીપક થૈ ટમક્યા.

એક એક હૃદયમાં માધવનું મંદિર સરજવા આવી ’તી.

         મારા સ્વપ્નનગરની શેરીમાં
         એક રાધા રમવા આવી ’તી.
         જ્યાં પડી પાનીઓ મસ્તાની
         ત્યાં હસી ધૂળ રસ્તાની,
ઉજ્જડ રણમાં એ પીયૂષ વાદળી થઈ વરસવા આવી ’તી.

         મારા સ્વપ્નનગરની શેરીમાં
         એક રાધા રમવા આવી ’તી.

(પલ્લવી, ૧૯૫૩, પૃ. ૩૮)