અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી /જુદી જિદંગી છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(બંદગી પૃ. ૧૪)}}
{{Right|(બંદગી પૃ. ૧૪)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ચાતક પીએ એઠું પાણી
|next =ફીણ ઝાઝાં ને —
}}

Latest revision as of 08:36, 21 October 2021


જુદી જિદંગી છે

`સરોદ' `ગાફિલ' મનુભાઈ ત્રિવેદી

જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.

તમે કેમ `ગાફિલ' હજીયે છો ગાફિલ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.

(બંદગી પૃ. ૧૪)