અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /વિરહ અભિસાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા. | જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પિનાકિન ઠાકોર /દિયો | દિયો]] | હે ભુવન ભુવનના સ્વામી! આ ઝરે આંસુની ધાર, ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`મરીઝ'/આવવા ન દે | આવવા ન દે ]] | જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, ]] | |||
}} |
Revision as of 09:29, 21 October 2021
વિરહ અભિસાર
પિનાકિન ઠાકોર
આપણે શું કદી એકબીજા કેરાં દેખવાનાં નહીં દ્વાર?
કોઈને આંગણ મારગ, મંદિરે, મળી જવાં કોઈ વાર.
ક્ષણિક મિલાપની એક ઘડી વહે લાખ વિરહના ભાર,
ઓ પ્રિય, કેવા અલૌકિક આપણે આદર્યા છે અભિસાર!
સ્વપ્નભરી એક અંતર અંજલિ ઝૂરતી ઝરવા પાય,
પાંપણ મોતી પરોવ્યાં સોહામણાં કંઠ ક્યારે એ સોહાય!
જુગ જુગ લગીયે આપણી શું કદી ના’વશે મિલનની વેળા,
જનમે જનમે ઝંખવા, ઝૂરવા, દૂર ને દૂરના મેળા.