અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગોવિન્દ સ્વામી/કાજળકાળા આભ મહીંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{space}}ઝૂલવા સાથે કોઈ નથી રે! | {{space}}ઝૂલવા સાથે કોઈ નથી રે! | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘નાઝિર’ દેખૈયા/તો સારું | તો સારું]] | પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું; ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસિત બૂચ/દિલની વાતો | દિલની વાતો]] | દિલની વાતો ખૂટશે ત્યારે ]] | |||
}} |
Latest revision as of 11:06, 21 October 2021
કાજળકાળા આભ મહીંથી
ગોવિન્દ સ્વામી
કાજળકાળા આભમહીંથી
તારલા વાટે તેજ ચૂવે છે.
રજનીકેરાં શ્યામલ ચીરને
તારલા કેરું તેજ ધૂવે છે.
વલ્લરીનાં વૃન્દ આજ વસન્તે
જોબનના શણગાર સજે છે;
સૌરભની પિચકારી ભરી ભરી
ફૂલડાં રંગે હોળી રમે છે!
આજ જામી મધરાત; અટારીએ
એકલું એકલું હૈયું રડે છે;
અંતરના કોઈ સાથી વિહોણું
અંતર આજ ચોધાર રડે છે!
મદભર્યાં મુજ જોબનગીતો
ઝીલવા આજે કોઈ નથી રે;
ફાગણના મધુ–ફૂલ હિંચોળે
ઝૂલવા સાથે કોઈ નથી રે!