અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/હાથ મેળવીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(છંદોલય, પૃ. ૨૩૯)}} | {{Right|(છંદોલય, પૃ. ૨૩૯)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ગાયત્રી | |||
|next = પથ્થર થરથર ધ્રુજે | |||
}} |
Latest revision as of 12:02, 21 October 2021
હાથ મેળવીએ
નિરંજન ભગત
લાવો તમારો હાથ, મેળવીએ
(કહું છું હાથ લંબાવી)!
કહો શું મેળવી લેવું હશે મારે? તમારા હાથમાં તો કેટલુંયે —
ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે…
શું શું નથી હોતું તમારા હાથમાં?
મારે કશાનું કામ ના,
ખાલી તમારો હાથ…
ખાલી તમારો હાથ?
ના, ના, આપણા આ બેય ખાલી હાથમાંયે કેટલું છે!
આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો —
અરે, એના વડે આવો, પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ,
અને બિનઆવડત સારું નઠારું કેટલુંયે કામ કરતા
આપણા આ હાથ કેળવીએ!
અજાણ્યા છો? ભલે!
તોયે જુઓ, આ હાથ લંબાવી કહું,
લાવો તમારો હાથ, મેળવીએ!
(છંદોલય, પૃ. ૨૩૯)