અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ફકીરમહંમદ મન્સૂરી/મેલ હવે મન ઝાવાં —: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
{{Right|(ઇજન, ૧૯૮૫, પૃ. ૩૬)}}
{{Right|(ઇજન, ૧૯૮૫, પૃ. ૩૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/સ્વામી આનંદ | સ્વામી આનંદ]]  | ગુલાબના ગુચ્છા જેવું મોં, ભીંતની આરપાર જોતી]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ સોળ વરસની છોરી | એ સોળ વરસની છોરી]]  | એ સોળ વરસની છોરી, સરવરિયેથી જલને ભરતી  ]]
}}

Latest revision as of 12:12, 21 October 2021

મેલ હવે મન ઝાવાં —

ફકીરમહંમદ મન્સૂરી

         મેલ હવે મન ઝાવાં,
દૂરનું ઓરું લાવવાના સૌ ફોગટ તારા લ્હાવા.
         ધરી હથેળી ઉલટાવીને,
                  આંખે છાજલી કરવી,
         દેખાય તેટલી દૂરથી એને
                  સજલ આંખે ભરવી,
ઓસને બિન્દુ આભ છતાંયે કેમ ચહે બંધાવા?
         વરસી રહેતી વાદળી ભલે
                  અહીંથી જોજન દૂર,
         આવશે વહી વાયરે એનું
                  મ્હેકતું ઉરકપૂર,
એય ગનીમત સમજીને તું છોડ હવે સૌ દાવા.

(ઇજન, ૧૯૮૫, પૃ. ૩૬)