અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ન્યૂયૉર્ક — એક હરણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 47: Line 47:
હવે પણ એનાં પગલાં રાખમાં પડે છે.
હવે પણ એનાં પગલાં રાખમાં પડે છે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = શિકાગો
|next = એ લોકો
}}

Latest revision as of 12:41, 21 October 2021

ન્યૂયૉર્ક — એક હરણ

પ્રિયકાન્ત મણિયાર

સ્નેહાળ શકુન્તલાનેય સાચવવું ભારે પડી જાય
એવું ઠેક ઠેક કરતું એક રમ્યતમ હરણ
સમગ્ર વનમાં અદ્વિતીય
આકાશમાં અનુપમ
ત્વચાના આવેષ્ટનમાં પ્રગટ થતી કુમાશમાં
તબકતી ઝીણી ઝીણી ટીપકો—
—ની છટાથી
વ્હેતી હવાનેય હરણું બનાવી દે છે
એમ સમજો ને વાયુને જ કાયા મળી
ને હરણ દોડવા માંડ્યું.

એની એટલી ગતિ. એટલી ગતિ
પૃથ્વી તો પાર કરી
આકાશેય ઓછું પડે છે — આ જુઓને ચંદ્રમાંય
એનાં પગલાં પડ્યાં —
પરિણામે અતિ ગતિથી આખો વનનો વિસ્તાર એનો જ છે

એકલું રૂડુંરૂપાળું — રમ્યતમ હરણ
ગતિશ્રેષ્ઠ હરણ
કોઈ એને રોકી શકે તેમ નથી
ઊભું રહેતાં ત એને આવડતું જ નથી
ઠેક ઠેક — ચારે દિશાએ એની ગતિ ગાજી રહી છે
શી તારુણ્યની તાકાત
દોડતાં દોડતાં દોડતાં પાતળા પગોમાં જાણે કોઈએ
અનંત શક્તિ સીંચી હોય — પગમાં જામે સુરંગ ફોડી હોય —
— એનો અવાજ તો છેક વિયેટનામથી આવે છે —

સમયની ક્ષણેક્ષણનો વિસ્તાર
વનના કણેકણનો વિસ્તાર—લીલાંછમ બોર્ડોમાં સ્પીડ લખી છે છતાં
પાર કરે છે એટલી પ્રબલ ગતિથી કે
એના વાંકડિયાળ શિંગમાં પ્રગટી ઊઠે છે પાવકની જ્વાળાઓ
અદ્ભુત અગ્નિની શિખાઓ —
એવા એ પ્રદીપ્ત અગ્નિની શિખાનાં શિંગડાંની
હવેતો લાગી ગઈ ઝાળ
કોરા કોરા વન-વિસ્તારમાં
પાવક પ્રજ્વળી ઊઠ્યો છે.
હરણને ગતિનો ચાક ચગ્યો છે.
ચારે કોર ફેલાઈ ગયું છે શિખાઓનું સુવર્ણ,
અગ્નિનું કાન્તાર ધગધગતું
એક બચી ગયો છે સમય,
થોડી વારે એ હોલવાય છે ત્યારે
નવ કોઈ અવશેષ—એકલ
ધીરે ધીરે હાંફતું હાંફતું હરણ... હજી ચાલે છે
હવે પણ એનાં પગલાં રાખમાં પડે છે.