અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ અધ્વર્યુ/રાજગરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:
{{Right|(નંદિતા, ૧૯૬૧, પૃ. ૮)}}
{{Right|(નંદિતા, ૧૯૬૧, પૃ. ૮)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ અધ્વર્યુ/ઘટ છલક છલક છલકાય  | ઘટ છલક છલક છલકાય ]]  | ઘટ છલક છલક છલકાય, છોળ ઊડે ને છાંટે... ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`ઓજસ' પાલનપુરી/ચાંદની ફેલાઈ ગઈ | ચાંદની ફેલાઈ ગઈ]]  | મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ ]]
}}

Latest revision as of 12:53, 21 October 2021

રાજગરો

વિનોદ અધ્વર્યુ

         ઘઉંના ખેતરમાં ઊગ્યો રાજગરો,
         ઘઉંના ખેતરમાં ઊગ્યો રે લોલ.

રેશમને ફૂલડે ફાલ્યો, રાજગરા,
         સુંવાળે ફૂમતે ફાલ્યો રે લોલ!
ઘઉં તો ઘૂંટણિયાં તાણે, રાજગરા,
         તારી ઊંચેરી ડોક સોહે રે લોલ,
લીલુડા ખેતરે રાતી રાજગરા,
         રૂપાળી કલગી મોહે રે લોલ.
માઘના પવન કૈં પીધા રાજગરા,
         તારો તે મદ ના સમાતો રે લોલ,
જોજે જોબનને ઝોલે, રાજગરા,
         અમથું અધિક હરખાતો રે લોલ.
ફાગણની ફૂંક બે’ક વાતાં, રાજગરા,
         ઊડી સૌ ફૂમતાં જાશે રે લોલ,
ઊંચી આ કાય ઢળી જાશે, રાજગરા!
         ઘઉંના ખેતર લ્હેરાશે રે લોલ.
આઘી બજારે જાતાં રાજગરા,
         તારો તે ભાવ શો પુછાશે રે લોલ?
ઉપવાસી કોક લેશે રાજગરો,
         ઘેર ઘેર ઘઉં મૂલવાશે રે લોલ!

(નંદિતા, ૧૯૬૧, પૃ. ૮)