અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/મૃત્યુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો, તેજમાં તેજ ભળી જાય તો મૃત...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મૃત્યુ|હરીન્દ્ર દવે}}
<poem>
<poem>
મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો,
મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો,
Line 20: Line 22:
કોઈ મહેફિલથી ઊઠી જાય, તો મૃત્યુ ન કહો.
કોઈ મહેફિલથી ઊઠી જાય, તો મૃત્યુ ન કહો.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ચરણ રૂકે ત્યાં કાશી
|next = કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
}}

Latest revision as of 09:26, 22 October 2021

મૃત્યુ

હરીન્દ્ર દવે

મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાં તેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જ જો ફંટાય તો મૃત્યુ ન કહો,
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને,
એક મંઝિલની લગન આંખે ઊતરવા દઈને,
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને,
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વો કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાનાં રહસ્યોનો તાગ મેળવવા,
દૃષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઈ મહેફિલથી ઊઠી જાય, તો મૃત્યુ ન કહો.