અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/ઘૂંઘટમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(અલસગમના, પૃ. ૬૨)}}
{{Right|(અલસગમના, પૃ. ૬૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વ્યથા | વ્યથા]]  | મથું મથું છતાં એની એ આ ઉરે ઊઠતી વ્યથા, ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/સમી સાંઝરે  | સમી સાંઝરે ]]  | લાગણીઓનું ધણ આ આવ્યું ખીલે પાછું સમી સાંઝરે]]
}}

Latest revision as of 09:38, 22 October 2021

ઘૂંઘટમાં

ભાનુપ્રસાદ ત્રિવેદી

ભીની માટી ને ઊના વીંઝણા મારુજી,
પ્હેલી જોબનિયાની વાટ રે ઘૂંઘટમાં;
         ઘૂંઘટમાં રઈવર ઓળખ્યા મારુજી!

ઝાકળ સમાણો ઝીણી ઘૂમટો મારુજી;
પેખ્યું પોલાદી એનું પોત રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

ઝાઝી ભીંત્યો ને થોડી બારિયો મારુજી,
કંઠે રૂંધાણાં છે કપોત રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

ઘમ્મર ઘેરાયા ટોડર ઘોડલા મારુજી,
આંખ્યો ત્રોફાણી ગઢને ગોખ રે ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

આંબા ઝૂક્યા ને ઝૂકી આંબલી મારુજી,
પાંખો ઝૂરે છે પિંજર કાજ રે! ઘૂંઘટમાં;
                           ઘૂંઘટમાં.

(અલસગમના, પૃ. ૬૨)