અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/આયખું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
{{Right|(યાદગાર કવિતા : ૧૯૭૦, (સં.) પૃ. ૪૩)}}
{{Right|(યાદગાર કવિતા : ૧૯૭૦, (સં.) પૃ. ૪૩)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =તમને મેલી…
|next =દુનિયા અમારી
}}

Latest revision as of 10:07, 22 October 2021

આયખું

ભાનુપ્રસાદ પંડ્યા

આયખું ના આજ અને કાલ, મારા બેલીડા,
         આયખું તો અવસરની ડાળ!

કૂંપળની જેમ એને ફૂટે છે દિવસો,
         ને મંજરીની જેમ રાત મ્હોરે;
જીવતાં હોઈએ ન જાણે જીવતર સુવાસનું,
         મંન એમ હળવું થઈ ફોરે;
આયખું તો ફાગણનો ફાલ, મારા બેલીડા,
         આયખું તો આંબાની ડાળ!

કાગળમાં મંડાતો આંકડો એ હોય નહિ,
         આયખું તો ઘર ઘરની વાત;
વેળાના વાયરામાં રજોટાય નહિ એવી,
         વિરલાં વરસોની રૂડી ભાત!
ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
         આયખું તો હરણાંની ફાળ.

(યાદગાર કવિતા : ૧૯૭૦, (સં.) પૃ. ૪૩)