અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/ચાલ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચાલ્યા|ભગવતીકુમાર શર્મા}} <poem> અને વૃક્ષ ચંદનનું ચિરાઈ ચાલ...")
 
No edit summary
 
Line 16: Line 16:
{{Right|(ઝળહળ, ૧૩-૩-૧૯૮૮)}}
{{Right|(ઝળહળ, ૧૩-૩-૧૯૮૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = એવું કાંઈ નહીં!
|next = બે મંજીરાં
}}

Latest revision as of 12:04, 22 October 2021


ચાલ્યા

ભગવતીકુમાર શર્મા

અને વૃક્ષ ચંદનનું ચિરાઈ ચાલ્યા;
છીએ લાગણીવશ તે લીરાઈ ચાલ્યા.
રહીશું અમે ટેરવાંની અડોઅડ;
હથેળીમાં તારી લકીરાઈ ચાલ્યા.
અમે મહેતા નરસીની કરતાલ છૈયે;
અને મંજીરાં થઈને મીરાંઈ ચાલ્યા.
અમે એકતારામાં રણઝણતા જોગી;
અજાનોમાં ગુંજી ફકીરાઈ ચાલ્યા.
પડી જળનાં ચરણોમાં કાંઠાની બેડી;
છીએ આતમા, પણ શરીરાઈ ચાલ્યા.
(ઝળહળ, ૧૩-૩-૧૯૮૮)