અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આદિલ' મન્સૂરી/જ્યારે પ્રણયની…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 15: Line 15:
:::::::::::દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
:::::::::::દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાધેશ્યામ શર્મા/હાંફતાં સરઘસ  | હાંફતાં સરઘસ ]]  | ૧. ભાગતી જતી રીક્ષાઓ ને મોટરોના બેક પાઈપમાંથી, ૨.રાતે આ અવાજોનાં હાંફતાં સરઘસ- ]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`આદિલ' મન્સૂરી/વિના | વિના]]  | મારા જીવનની વાત ને તારા જીવન વિના!  ]]
}}

Latest revision as of 13:00, 22 October 2021


જ્યારે પ્રણયની…

`આદિલ' મન્સૂરી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે;
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
પહેલાં પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.
ઘૂંઘટ ખૂલ્યો હશે અને ઊઘડી હશે સવાર,
જુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.
ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારાં જ રૂપરંગ વિશે વાત થઈ હશે.
`આદિલ'ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.