અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રઘુવીર ચૌધરી/ચોમાસું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ચોમાસું|રઘુવીર ચૌધરી}} <poem> ધીમે ધીમે ઢળતી સાંજે વરસે છે ચોમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
શરદપૂનમનાં મોતી થાશું. | શરદપૂનમનાં મોતી થાશું. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =કેફિયત | |||
|next =દર્દ | |||
}} |
Latest revision as of 09:57, 23 October 2021
ચોમાસું
રઘુવીર ચૌધરી
ધીમે ધીમે ઢળતી સાંજે
વરસે છે ચોમાસું
જાણે
ખેતરમાં આંબાના છાંયે
હેતભર્યા હૈયે ઊભેલી
માતાનાં ટમટમતાં આંસુ.
ડાળ ઉપર ફરકતા માળે
મળી રહે મમતાનો તાળો
પાંખોના પાલવથી ઢાંકી
બચ્ચાને દાણા ખવડાવે.
ભથિયારી માતાના દીકરા
નવા ચાસમાં દાણા વાવે.
મેઘરાજ રાજી થઈ આજે
વાદળ પર વાદળ છલકાવે.
બીજ બની ગઈ વીજ ધરાનું
આભ અચાનક ના ગરજાવે.
પળ પળ સીંચે આ ચોમાસું
વહે પ્રાણને માનાં આંસુ
કહે વાયુને
શરદપૂનમનાં મોતી થાશું.