અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/આપણો વ્હેવાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આપણો વ્હેવાર|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> આપણો વ્હેવાર જૂઠો, આપણ...")
 
No edit summary
 
Line 19: Line 19:
જે નથી હોતો કદી તારો ફકત, મારો ફકત.
જે નથી હોતો કદી તારો ફકત, મારો ફકત.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = 'વિ'નાયક' (પસંદગીના શ્લોકો)
|next = નળ
}}

Latest revision as of 10:39, 23 October 2021


આપણો વ્હેવાર

ચિનુ મોદી `ઈર્શાદ'

આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.

સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.

પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.

વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.

શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી,
જે નથી હોતો કદી તારો ફકત, મારો ફકત.