અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચિનુ મોદી `ઈર્શાદ'/મોભો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મોભો|ચિનુ મોદી `ઈર્શાદ'}} <poem> ડર મને મારો જ થોડો હોય છે, કાચમા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(‘કસબો’ સંગ્રહમાંથી)}} | {{Right|(‘કસબો’ સંગ્રહમાંથી)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =નળ | |||
|next = તો? | |||
}} |
Latest revision as of 10:40, 23 October 2021
મોભો
ચિનુ મોદી `ઈર્શાદ'
ડર મને મારો જ થોડો હોય છે,
કાચમાં ચ્હેરાને જોવો હોય છે.
શ્વાસની હલચલ તે હો હો હોય છે,
સૂનકારે કોણ કોનો હોય છે?
પી જઉં પયગંબરોનાં પાપને,
શબ્દના તો લાખ રોગો હોય છે.
કોઈ કાયમ કેમ જોતો હોય છે?
આપણા ક્ષણક્ષણના દોષો હોય છે.
ઊંઘ આવે કે તરત મીંચો નયન,
રાતનો ક્યારે ભરોસો હોય છે?
હું ફરી ક્યાંથી હવે માણસ બનું?
ડોકમાં ઇચ્છાનો દોરો હોય છે.
સ્વર્ગની લાલચ ન આપો, શેખજી!
મોતનો પણ એક મોભો હોય છે.
(‘કસબો’ સંગ્રહમાંથી)