અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ધૂની’ માંડલિયા/દરિયો નીકળ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દરિયો નીકળ્યો|‘ધૂની’ માંડલિયા}} <poem> માછલી સાથે જ દરિયો નીક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(માછલી સાથે જ દરિયો નીકળ્યો, ૧૯૮૨, પૃ. ૧)}} | {{Right|(માછલી સાથે જ દરિયો નીકળ્યો, ૧૯૮૨, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કિશોર મોદી/સુરતી બોલીમાં સુંદર રચના | સુરતી બોલીમાં સુંદર રચના ]] | — વીહલા, રોજ હાંજે સુન્દરકાંડ વાંચી વાંચીને ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/‘ધૂની’ માંડલિયા/લાજ રાખી છે | લાજ રાખી છે]] | ભરી ખુશ્બૂ ફૂલેફૂલમાં બહારે લાજ રાખી છે ]] | |||
}} |
Latest revision as of 11:45, 23 October 2021
દરિયો નીકળ્યો
‘ધૂની’ માંડલિયા
માછલી સાથે જ દરિયો નીકળ્યો,
લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.
હું જ મારા ભારથી થાકી ગયો,
હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.
ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.
સાંજ પડતાંયે ફર્યું ના એટલે
શોધવા પંખીને માળો નીકળ્યો.
આશરો કેવળ નદીને જે હતો,
એક સાગર એય ખારો નીકળ્યો.
આગિયાઓ ઊજળા છે કે પછી —
વેશ બદલી સૂર્ય ઊડતો નીકળ્યો?
થોભવાનો થાક વસમો હોય છે,
માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો.
(માછલી સાથે જ દરિયો નીકળ્યો, ૧૯૮૨, પૃ. ૧)