અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સિતાંશુ યશશ્ચંદ્ર/સમુદ્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સમુદ્ર|સિતાંશુ યશશ્ચંદ્ર}} <poem> દેવો અને દાનવોએ સરળ કરી નાખ...")
 
No edit summary
 
Line 16: Line 16:
{{Right|(જટાયુ, પૃ. ૧)}}
{{Right|(જટાયુ, પૃ. ૧)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = મગનની હઠ
|next = ભાષા
}}

Latest revision as of 12:42, 23 October 2021


સમુદ્ર

સિતાંશુ યશશ્ચંદ્ર

દેવો અને દાનવોએ સરળ કરી નાખ્યો
તે પહેલાંનો સમુદ્ર મેં જોયો છે.
મેં વડવાનળના પ્રકાશમાં પાણી જોયાં છે.
આગ અને ભીનાશ છૂટાં પાડી ન શકાય.
ભીંજાવું અને દાઝવું એ એક જ છે.

સાગરને તળિયેથી જ્યારે હું બહાર આવું
ત્યારે મારા હાથમાં મોતીના મૂઠા ન હોય.
હું મરજીવો નથી.
હું કવિ છું.
જે છે તે છે કેવળ મારી આંખોમાં.
(જટાયુ, પૃ. ૧)