અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મુસાફિર પાલનપુરી/લખતા રહો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લખતા રહો|મુસાફિર પાલનપુરી}} <poem> શંખ ફૂંકે છે સમય લખતા રહો, જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
શય = ચીજ, વસ્તુ | શય = ચીજ, વસ્તુ | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પીયૂષ પંડ્યા ‘જ્યોતિ ’/તમે તો વરસ્યા | તમે તો વરસ્યા]] | તમે મંનભરી મેઘ બની વરસ્યા,]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/પીંછું | પીંછું]] | ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું વિહગ-પાંખથી, ]] | |||
}} |
Latest revision as of 13:24, 26 October 2021
લખતા રહો
મુસાફિર પાલનપુરી
શંખ ફૂંકે છે સમય લખતા રહો,
જો ધબકતું હો હૃદય, લખતા રહો.
લેખિની સાચે જ છે સંજીવની
ખોફ કોનો? કેવો ભય? લખતા રહો.
શીશ ના કોઈ સિકંદરને નમે –
એ જ સાચો દિગ્વિજ, લખતા રહો.
શબ્દ રૂપે ઊર્મિઓનું અવતરણ –
શ્વાસેશ્વાસે સૂર્યોદય, લખતા રહો.
પાણી પાણી થાય પાષણો તમામ,
ઝૂમે એકેએક શય, લખતા રહો.
પ્રેમ કેવળ પ્રેમ, બીજું કંઈ નહીં,
એ જ શાશ્વત વિષય, લખતા રહો.
શબ્દ ખખડાવ્યે કશું વળશે નહીં,
દિલ નિચોવી, દર્દમય, લખતા રહો.
જે મુસાફિર ગેબમાં ગુંજી રહી –
જાળવીને એ જ લય, લખતા રહો.
શય = ચીજ, વસ્તુ