અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/દરવાજો ખોલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|દરવાજો ખોલ|મનોજ ખંડેરિયા}} <poem> કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજ...")
 
No edit summary
 
Line 19: Line 19:
{{Right|(અટકળ, પૃ. ૨)}}
{{Right|(અટકળ, પૃ. ૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =વરસોનાં વરસ લાગે
|next = આયનાની જેમ —
}}

Latest revision as of 13:31, 26 October 2021


દરવાજો ખોલ

મનોજ ખંડેરિયા

કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ,
આ મરવું ઝાકળ જેવું છે, દરવાજો ખોલ.

બ્હાર પવન સુસવાતો એમાં ઊડી જાશે,
આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ.

ખુલ્લાખમ આકાશ તળે બે શ્વાસ ભરી લે,
ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ.

તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ.

શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વરસોથી,
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ.
(અટકળ, પૃ. ૨)