પ્રેમાનંદ આખ્યાન શ્રેણી: Difference between revisions
(Created page with "{{DISPLAYTITLE:<span style="opacity:0;position:absolute;">{{FULLPAGENAME}}</span>}} {{Heading|પ્રેમાનંદ આખ્યાન શ્રેણી | શ્રે...") |
(No difference)
|
Revision as of 21:03, 26 October 2021
શ્રેણી-સંપાદક : રમણ સોની
કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે.
આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે.
આ આખ્યાનોના દરેક સંપાદકે–
(૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે.
એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. આવાંચો –
૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક રમણ સોની
૨. સુદામાચરિત્ર : સંપાદક દર્શના ધોળકિયા
૩. ઓખાહરણ : સંપાદક હૃષીકેશ રાવલ
૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક ભરત ખેની
૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક પ્રવીણ કુકડિયા