અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ આચાર્ય/પાથરણાવાળો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાથરણાવાળો|રમેશ આચાર્ય}} <poem> પોતાના કપાળ જેવડું પાથરણું પા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|પરબ, એપ્રિલ ૨૦૧૪}} | {{Right|પરબ, એપ્રિલ ૨૦૧૪}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ આચાર્ય/અંધારું અને પ્રેમ | અંધારું અને પ્રેમ]] | હું અંધારાના પ્રેમમાં છું ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જિતેન્દ્ર કા. વ્યાસ/બાઈ રે ! આજે પહેલવ્હેલાં... | બાઈ રે ! આજે પહેલવ્હેલાં... ]] | બાઈ રે ! આજે પહેલવ્હેલાં હું ન્હાઈ રે ! માથાબોળ ]] | |||
}} |
Latest revision as of 11:33, 27 October 2021
પાથરણાવાળો
રમેશ આચાર્ય
પોતાના કપાળ જેવડું પાથરણું પાથરી
બેઠો છે પાથરણાવાળો.
તેના પાથરણામાં
સૂપડી ભરાય એટલા કાતરા છે.
સૂપડું ભરાય એટલી કાચી બદામ છે.
સૂંડલી ભરાય એટલાં ગૂંદાં છે.
જેમને ખટમીઠી જિંદગી સદી ગઈ છે
તેઓ કાતરા લઈ જાય છે.
જેમને ગળામાં ડચૂરો વળે તો ઠીક રહે છે
તેઓ કાચી બદામ લઈ જાય છે.
જેઓ જિંદગીને ચીકાશ ગણી જીવે છે
તેઓ ગૂંદાં લઈ જાય છે.
સાંજ પડ્યે બધો માલ ખપી જાય છે.
ત્યારે તે પાસેની દુકાનેથી સો ગ્રામ ભજિયાં લે છે.
તેમાં તે તેની પત્નીની પસંદગીનાં
બટેટાંની પતરીનાં બે ભજિયાં નખાવે છે.
તેની દીકરીની પસંદગીનાં
મરચાંનાં બે ભજિયાં નખાવે છે.
મોટા દીકરીની પસંદગીનાં
વાટી દાળનાં બે ભજિયાં નખાવે છે.
નાના દીકરાની પસંદગીનાં
મેથીનાં બે ભજિયાં નખાવે છે.
તેની પોતાની કોઈ પસંદગી નથી.
પરબ, એપ્રિલ ૨૦૧૪