અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/રિસામણે જતી કણબણનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રિસામણે જતી કણબણનું ગીત|મનોહર ત્રિવેદી}} <poem> કાંખમાં મેલ્ય...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૩૬)}}
{{Right|(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૩૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =મોસમનો પહેલો વરસાદ
|next = બાઈ, કિયાં તે...
}}

Latest revision as of 11:55, 27 October 2021


રિસામણે જતી કણબણનું ગીત

મનોહર ત્રિવેદી

કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટલું, હાલી પિ’ર —
પગથી ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
જેમ કે ઊડે આભમાં કાબર-કીર —
મર ને માથાબંધણું મેલુંદાટ જોઈ સંભારતો
વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
જીવ ટાઢોબોળ રાખશું, ભરત ભરશું
આઠે પ્હોર હિલોળા, હીંચકો અને હું!
મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત, વેઠે અપવાસ,
નિતારે આંખ્યથી ઊનાં નીર —
આંય તો મીઠી માવડી, ખીલે ગાવડી
સખીસૈયરું હશે ભાઈ અને ભોજાઈ
ન્યાં સૂનાં — અણોસરાં તોરણ — તક્તા
ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ને અભરાઈ
હુંય વ્હાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ન્હાવા
સાવ કોરીધાકોર નદીને તીર —
(છુટ્ટી મૂકી વીજ, ૧૯૯૮, પૃ. ૩૬)