અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રીતિ શાહ-સેનગુપ્તા/થાક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|થાક|પ્રીતિ શાહ-સેનગુપ્તા}} <poem> ચાલતાં ચાલતાં ખૂબ દૂર નીકળી...")
 
No edit summary
 
Line 31: Line 31:
{{Right|નવનીત સમર્પણ, મે, ૨૦૧૦}}
{{Right|નવનીત સમર્પણ, મે, ૨૦૧૦}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રીતિ શાહ-સેનગુપ્તા/અરણ્ય-રુદન  | અરણ્ય-રુદન ]]  | પર્વત પર ચડીને શિખરોને ધક્કા મારી મારીને ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવજી રૂખડા/તું વાગ મંજીરા, હવે | તું વાગ મંજીરા, હવે]]  | એકતારો રણઝણે, તું વાગ મંજીરા, હવે]]
}}

Latest revision as of 12:10, 27 October 2021


થાક

પ્રીતિ શાહ-સેનગુપ્તા

ચાલતાં ચાલતાં
ખૂબ દૂર નીકળી આવી છું.
કોઈ એક કિનારે
પહોંચી ગઈ છું
આ જમુના હોત તો કદાચ
વાંસળી સંભળાતી હોત.
ગંગા હોત તો કદાચ
એક પ્રદીપ પ્રજ્વલિત
વહેતો જતો હોત પ્રવાહમાં
સાબરમતીનો સૂકો પટ પણ હોત આ
તો સંભવ છે
હું ફરી ઘેર પહોંચી શકત.
પરંતુ હે નદી,
તું તો કોઈ અન્ય છે.
તું હડસન છે અથવા તો ઓહાયો છે,
અથવા મિસિસિપી કે કોલોરાડો છે.
પણ હવે તું જ છે મારી મા.
ઓળખ — જાણ મને,
હવે તું જ અહીં ક્યાંક વસાવી લે મને.
ઉપાડી લે મારો ભાર —
મારો બચેલો થોડો સામાન.
મારાં નાનાં નાનાં પોટલાં.
નહીં તો ડુબાડી જ દે બધુંયે.
થાકેલી થાકેલી છું ક્યારથી.
બસ, હવે ફક્ત
બચી જવા માગું છું.
નવનીત સમર્પણ, મે, ૨૦૧૦