અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/પૂજા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પૂજા|જયદેવ શુક્લ}} <poem> માએ પ્રભાતિયાં ગાતાં ગાતાં આમલીથી મ...")
 
No edit summary
 
Line 32: Line 32:
{{Right|શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર}}
{{Right|શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous =પુત્રની વિદેશી દોસ્તને પ્રથમ વાર ફોન પર મળ્યા પછી...
|next =પૂજ્ય પિતાશ્રીનું સ્મરણ થતાં...
}}

Latest revision as of 12:46, 27 October 2021


પૂજા

જયદેવ શુક્લ

માએ
પ્રભાતિયાં ગાતાં ગાતાં
આમલીથી માંજી
ચકચકતાં કરેલાં
તાંબાનાં આચમની, પવાલું ને ત્રભાણ
બાજઠ પર ગોઠવું છું.

સામે પાટલે
દર્ભાસન પર બેસું છું.

ખાલી પવાલામાં
આચમની મૂકવા જતાં
ધાર સાથે
સહેજ અથડાય છે.
પવાલા પરથી
વહેતા થયેલા
તાંબાના રણકારથી
પવાલું, ત્રભાણ ને હું
છલોછલ!
મૂર્તિઓ સાથે
હું પણ સ્નાનપૂત.

મારા લલાટ પર
ચન્દનની અર્ચા ને
અક્ષત અર્પણ કરી
આશીર્વચન ઉચ્ચારી
ઊભો થઈ જાઉં છું.
શબ્દસૃષ્ટિ, ડિસેમ્બર