અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સૉલિડ મહેતા/એક ક્ષણમાં…: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક ક્ષણમાં…| સૉલિડ મહેતા}} <poem> ::: સમય છળશે એક ક્ષણમાં… અભાવોન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(અંતરિયાળ, ૧૯૮૨, પૃ. ૧૭)}} | {{Right|(અંતરિયાળ, ૧૯૮૨, પૃ. ૧૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુરેશ ઝવેરી ‘બેફિકર’/નાનું પણ લઈ... | નાનું પણ લઈ...]] | નાનું પણ લઈ ઝાઝું બેઠું; ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમેશ પટેલ ‘ક્ષ’/— તમે છો | — તમે છો ]] | ગગનની મનોહર ઉષામાં તમે છો, ]] | |||
}} |
Latest revision as of 11:29, 28 October 2021
એક ક્ષણમાં…
સૉલિડ મહેતા
સમય છળશે એક ક્ષણમાં…
અભાવોનું વાતાવરણ મળશે એક ક્ષણમાં…
મને ઘેરી ઊભી સકલ જગની કૈંક ભ્રમણા,
અને રાત્રે જોઉં પ્રણયરસનાં બે'ક સમણાં.
સવારે ઊગી સૂર્ય પણ ઢળશે એક ક્ષણમાં…
સમય છળશે એક ક્ષણમાં…
ઉદાસી વચ્ચે કેવળ ભય અને ક્ષોભ અથવા
વહેતા શ્વાસોમાં છળ-કપટ કે મોહ અથવા
કદી પંખી જેવું મન પલળશે એક ક્ષણમાં…
સમય છળશે એક ક્ષણમાં…
વિચારોમાં ડૂબે અવિરતપણે ઓટ-ભરતી,
નિહાળું બારીમાં કુસુમવત્ આકાશ-ધરતી.
અહીંથી સૌ પાછાં સ્વજન વળશે એક ક્ષણમાં…
સમય છળશે એક ક્ષણમાં…
(અંતરિયાળ, ૧૯૮૨, પૃ. ૧૭)