અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/તું મીંઢળ જેવો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 26: Line 26:


{{HeaderNav2
{{HeaderNav2
|previous =શબદમાં જીનકું ખાસ ખબરાં પડી
|previous =એણે કાંટો કાઢીને
|next = છાપાવાળો છોકરો
|next = ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
}}
}}

Latest revision as of 13:12, 28 October 2021


તું મીંઢળ જેવો...

વિનોદ જોશી

તું મીંઢળ જેવો કઠ્ઠણ
ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર
ને હું જળની બારાખડી...

એક આસોપાલવ રોપ્યો —
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં હું ખૂલી;

તું આળસ મરડી ઊભો
ને હું પડછાયામાં પડી...

એક પાનેતરમાં ટાંક્યું—
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યાં તેં સરવાળા;

તું સેંથીમાં જઈ બેઠો
ને હું પાપણ પરથી દડી...