અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/કુમળી હથોડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કુમળી હથોડી|ઉદયન ઠક્કર}} <poem> કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે...")
 
No edit summary
 
Line 17: Line 17:
{{Right|(એકાવન, બીજી આ. ૧૯૯૦, પૃ. ૨૫)}}
{{Right|(એકાવન, બીજી આ. ૧૯૯૦, પૃ. ૨૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગિની શુક્લ/ધાર કે | ધાર કે]]  | ધાર કે તારા ઘર સામે એક સમુદ્ર છે  ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/ક્યાં છે? | ક્યાં છે?]]  | કવિતાઓ કરે છે? પંખીઓ, તોપણ કવિ ક્યાં છે? ]]
}}

Latest revision as of 10:41, 29 October 2021


કુમળી હથોડી

ઉદયન ઠક્કર

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માનતો  : આ ચંદ્ર તો ગપોડી છે!

ગઝલ કે ગીતને એ વારાફરતી પ્હેરે છે  :
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?
(એકાવન, બીજી આ. ૧૯૯૦, પૃ. ૨૫)