અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/મેશ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મેશ|ઉષા ઉપાધ્યાય}} <poem> હું જન્મી ત્યારે છઠ્ઠીના દિવસે નાની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
આટલી બધી મેશ? | આટલી બધી મેશ? | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =મુક્તિ | |||
|next = રેવા | |||
}} |
Latest revision as of 10:56, 29 October 2021
મેશ
ઉષા ઉપાધ્યાય
હું જન્મી
ત્યારે છઠ્ઠીના દિવસે
નાનીમાએ ત્રાંબાની તરભાણી દીવા પર ધરી
હોંશે હોંશે કાજળ પાડીને
મારી આંખમાં આંજ્યું હતું.
હજુ ગયા વરસે જ
મારી દીકરીને ત્યાં દીકરી જન્મી
ત્યારે મેં પણ
છઠ્ઠીના દિવસે
હોંશભેર કાજળ પાડી
મારી દોહિત્રીની
સ્વપ્નભરી આંખોમાં આંજ્યું હતું.
આજે,
આ ઢળતી સાંજે
આગજનીમાં બળીને
કાળામેશ થઈ ગયેલાં
મારા શહેરનાં
મકાનોને જોતાં થાય છે
કોની છઠ્ઠી માટે
પડાઈ હશે
આટલી બધી મેશ?