અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં જોશી/સાંજ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 25: | Line 25: | ||
{{Right|(પદ્ય, જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૨૦, પૃ. ૨૦)}} | {{Right|(પદ્ય, જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૨૦, પૃ. ૨૦)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશોક ચાવડા 'બેદિલ'/પર્ણમાં | પર્ણમાં]] | ડાળખીથી સાવ છૂટાં થૈ ગયેલાં પર્ણમાં... ]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/ગોઝારી વાવ | ગોઝારી વાવ]] | હાં, હાં, એ માણસ જીવે છે હજી ]] | |||
}} |
Latest revision as of 13:17, 29 October 2021
સાંજ
મીરાં જોશી
હવે સૂરજ આથમે છે બસ,
સાંજ પડતી નથી…
સાંજને ગળી જાય છે,
ઘર તરફ જતાં વાહનોનો ધુમાડો…
ઓવરટાઇમના કલાકો…
ભાવની રકઝકમાં અટવાતાં બજારો…
હવે સાંજ,
બાલ્કનીમાં આવીને બેસતી નથી…
હીંચકો ઝૂલ્યા કરે છે મંદ પવને, એકલો એકલો…
હવે ઘરની પાળી ઉપર,
પંખીઓના ટહુકા આવીને બેસતા નથી.
હવે આકાશે
સૂર્યાસ્તની રંગોળી ઊંચાં મકાનોની
આરપાર ખોવાઈ જાય છે…
હવે,
બપોર અને રાત વચ્ચે સાંજની ઘટનાનો
એક આભાસ માત્ર થાય છે…
હવે માત્ર સૂરજ આથમે છે બસ…
સાંજ પડતી નથી…
(પદ્ય, જુલાઈ–સપ્ટેમ્બર ૨૦૨૦, પૃ. ૨૦)